તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • કિશોર મુંબઈના સાંતાક્રુઝમાંથી મળી આવતા પરિવારમાં હાશ

કિશોર મુંબઈના સાંતાક્રુઝમાંથી મળી આવતા પરિવારમાં હાશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાનગરનો15 વર્ષીય કિશોર પરિવારજનોને જણાવ્યા વગર માત્ર મિત્રને મુંબઈ હિરો બનવા જઉં છું તેમ જણાવી રહસ્યમય સંજોગોમાં ગત અઠવાડિયે ઘર છોડીને ચાલી ગયો હતો. જોકે, તે નાટકીય ઢબે મુંબઈના સાંતાક્રુઝમાંથી મળી આવતા અંતે પરિવારજનોએ હાશ અનુભવી હતી. ચિલ્ડ્રન હેલ્પલાઈન દ્વારા કિશોરનો વિદ્યાનગર પોલીસનો સંપર્ક કરી તેના પરિવારજનોને સોંપ્યો હતો.

વિદ્યાનગરના યુનિવર્સિટી સ્ટાફ ક્વાર્ટસમાં રહેતા સમીરભાઈ નૂરમહોમ્મદ મન્સુરીનો 15 વર્ષીય પુત્ર સફવાન ગત બુધવારે સાંજે પોતાના મિત્રને બોમ્બે હિરો બનવા જાઉં છું તેમ જણાવી ઘર છોડી ચાલી ગયો હતો. બનાવ સંદર્ભે કિશોરના મિત્રએ પરિવારજનો અને પોલીસને જાણ કરી હતી. પરિવારજનોએ પ્રાથમિક રેલવે સ્ટેશન, બસ સ્ટેશને તપાસ હાથ ધરી હતી પરંતુ કોઈ પત્તો લાગ્યો નહોતો. બીજી તરફ વિદ્યાનગર પોલીસે તેના અપહરણની ફરિયાદ નોંધી તેના ફોટો મુંબઈના તમામ પોલીસ મથકો અને આસપાસના પોલીસ મથકોમાં મોકલી આપ્યા હતા. બીજી તરફ મુંબઈની સાંતાક્રુઝ પોલીસ ગત 24 મી સપ્ટેમ્બરના રોજ ચોપાટી પર પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે કિશોર ત્યાં ફરી રહ્યો હતો. જેને પોલીસ ઝડપી પાડી પોલીસ સ્ટેશન લઈ આવી હતી. બીજી તરફ ચિલ્ડ્રન હેલ્પલાઈન દ્વારા વિદ્યાનગર પોલીસનો સંપર્ક કરાયો હતો. અને કિશોરને ટ્રેન મારફતે આણંદ મોકલી આપવામાં આવ્યો હતો. વિદ્યાનગર પોલીસે સહીસલામત કિશોરને તેના પરિવારજનોમાં સોંપતા પોતાનો વ્હાલસોયો પુત્ર હેમખેમ પરત આવતા પરિવારજનોમાં પણ આનંદની લાગણી છવાઈ હતી.

ચિલ્ડ્રન હેલ્પલાઈને પોલીસનો સંપર્ક કરી કિશોરને સોંપ્યો

ગત અઠવાડિયે હિરો બનવા કિશોરે ઘર છોડ્યું હતું

અન્ય સમાચારો પણ છે...