તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદમાં મેડિકલ કોલેજની વિદ્યાર્થિની સહિત 3 વ્યક્તિ ગુમ

આણંદમાં મેડિકલ કોલેજની વિદ્યાર્થિની સહિત 3 વ્યક્તિ ગુમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદમાંકરમસદ સ્થિત પ્રમુખસ્વામી મેડિકલ કોલેજની વિદ્યાર્થિની, કરમસદનો આધેડ અને હરખાપુરાનો માનસિક અસ્વસ્થ યુવક સહિત ત્રણ જણાં રહસ્યમય સંજોગોમાં ગુમ થતા અંગેની ફરિયાદ વિદ્યાનગર અને બોરસદ શહેર પોલીસ સ્ટેશને નોંધાઈ છે.

અંગેની પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, કરમસદની પ્રમુખસ્વામી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની શૈમી શૈલેષભાઈ પટેલ ગત 27 સપ્ટેમ્બરના રોજ પોતાના વતન મોડાસા જવા માટે નીકળી હતી. જોકે તે ઘરે પહોંચી નહોતી. જેને પગલે ચિંતાતુર પરિવારજનોએ અંગે વિદ્યાનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. રીતે બીજી તરફ કરમસદનો આધેડ ગોપાલ વિષ્ણુપ્રસાદ વ્યાસ પણ તેમના ઘરેથી કોઈને કંઈ કહ્યા વિના જતા રહ્યા હતા. વધુમાં બોરસદનો હરખાપુરાનો માનસિક અસ્વસ્થ યુવક પ્રવિણસિંહ ખુમાનસિંહ પરમાર ગુમ થતા અંગેની જાણવાજોગ ફરિયાદ બોરસદ પોલીસે નોંધી તેને શોધી કાઢવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...