તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદના ગામડીવડ પાસે મહિલાના મંગળસૂત્રની લૂંટ

આણંદના ગામડીવડ પાસે મહિલાના મંગળસૂત્રની લૂંટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદનાગામડીવડ પાસે ચાલતા જઈ રહેલી મહિલાના ગળામાંથી રૂા. 42 હજારની કિંમતનું મંગળસૂત્ર લૂંટી એક કાળાં રંગવાળો પલ્સરનો ચાલક ફરાર થઈ જતાં અંગેની ફરિયાદ આણંદ શહેર પોલીસ સ્ટેશને નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અંગેની પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તરસંડાની બી.ડી. પટેલ સોસાયટીમાં રહેતા પિનલબેન નિકુલભાઈ પ્રજાપતિ મંગળવારે બપોરે પોતાના મમ્મી સાથે આણંદમાં ખરીદી કરવા માટે આવ્યા હતા. દરમિયાન બપોરે અઢી કલાકે તેઓ ગામડીવડ પાસેથી ચાલતા પસાર થઈ રહ્યા હતા. સમયે એક કાળા રંગનું પલ્સર બાઈક લઈ યુવક તેમની નજીક આવ્યો હતો. પિનલબેન કંઈ સમજે વિચારે તે પહેલાં તેમના ગળામાંથી મંગળસૂત્ર લૂંટી તે ફરાર થઈ ગયો હતો.

ઘટનાને પગલે ભયભીત બનેલા પીનલબેન બૂમરાણ મચાવી હતી. જોકે, ત્યાં સુધીમાં બાઈક ચાલક યુવક ક્યાંય ફરાર થઈ ગયો હતો. ઘટના સંદર્ભે પીનલબેને આણંદ શહેર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તેને સીસીટીવી ફૂટેજના આધારે તેને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

મંગળસૂત્ર તોડીને બાઇક ચાલક ફરાર

અન્ય સમાચારો પણ છે...