તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ઉમરેઠના અરડી ગામે તલાટી ગેરહાજર રહેતાં ગ્રામસભા રદ

ઉમરેઠના અરડી ગામે તલાટી ગેરહાજર રહેતાં ગ્રામસભા રદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરેઠતાલુકાના અરડી ગામે મંગળવારના રોજ ગ્રામસભા રદ થતાં, ગ્રામજનો ખાસ કરી અરજદારો ભારે નારાજ થયા હતા, તેમાંય તલાટીની ગેરહાજરીનું કારણ બહાર આવતા ટીડીઓ પણ ગુસ્સે ભરાયાં હોવાની તેમજ બાબતે તલાટીને નોટિસ આપી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે અરડી ગામે મંગળવારના રોજ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ઇન્ચાર્જ તલાટી એમ.એન.પટેલ ગ્રામસભામાં હાજર રહી શક્યા હતાં. જેના કારણે ગ્રામસભા રદ્દ કરવાનો વખત આવ્યો હતો. જેથી ગ્રામજનો અને અરજદારોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ગ્રામસભામાં ઉપસ્થિત આગેવાનોએ તલાટીને વારંવાર ફોન કરી સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સામેથી કોઈ િરસ્પોન્સ મળ્યો હતો. જેના પગલે ગ્રામસભામાં હાજર રહેલાં તાલુકા વિકાસ અિધકારી લાલઘૂમ થઇ ગયા હતા. અરજદારોએ તાલુકા વિકાસ અિધકારી સામે હોબાળો મચાવીને રોષ ઠાલવ્યો હતો. આખરે તાલુકા વિકાસ અિધકારીએ નોટિસ પાઠવીને ખુલાસો માગ્યો હોવાનું જાણવા મળેલ છે. આમ તલાટીને ગેરહાજરીને કારણે ગ્રામસભા રદ્દ થઇ જતાં અરજદારોના કામો અને ગ્રામ પંચાયતના િવકાસના કામો અટવાઇ ગયા હતા.

પ્રસંગે અરડીના ગ્રામજનોએ તાલુકા વિકાસ અિધકારીને રજૂઆત કરી હતી કે ગ્રામ પંચાયત કચેરીમાં તલાટી-કમ-મંત્રી હાજર રહેતા હોવાના ગ્રામજનોના કામ થતાં નથી અને મુશ્કેલીઓ પડી રહી છે.

તા. વિકાસ અિધકારીએ તલાટીને નોટિસ ફટકારી જવાબ માંગ્યો

અન્ય સમાચારો પણ છે...