તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદમાં ડેન્ગ્યુના વધુ બે પોઝિટીવ કેસ મળતા ફફડાટ

આણંદમાં ડેન્ગ્યુના વધુ બે પોઝિટીવ કેસ મળતા ફફડાટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદજિલ્લામાં ડેન્ગ્યુનો કહેર ધીમે ધીમે જાણે વધી રહ્યો હોય તેમ પોઝિટીવ કેસો મળી રહ્યાં છે. કેસો એવા છે કે જે સરકારી હોિસ્પટલોમાં નોંધાય છે. જયારે ખાનગી હોસ્પિટલોમાં નોંધાયેલા કેસોનો સમાવેશ થતો નથી. બુધવારે વધુ બે કેસ ડેન્ગ્યુના મળી આવતાં આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવી ગયું છે અને તાબળતોબ સર્વેની કામગીરી હાથધરી છે.

અંગે વાત કરતા જિલ્લા આરોગ્ય અધિકારી આર.બી.પટેલે જણાવ્યું હતંુ કે, આણંદ જિલ્લામાં અત્યારસુધી ડેન્ગ્યુના કેસોને લઇને અન્ય જિલ્લાઓ કરતાં થોડી રાહત હતી. પરંતુ છેલ્લા ત્રણ ચાર દિવસથી કેસોએ એકાએક દેખા દીધી છે. જેથી બાબતે દોડધામ વધી ગઇ છે. આણંદ શહેર અને પેટલાદમાથી ડેન્ગ્યુના પોઝિટીવ કેસો મળી આવ્યા છે. કેસમાં એકે 10 વર્ષનો બાળક તેમજ અન્ય એક કેસ 25 વર્ષની મહિલાનો સમાવેશ થાય છે. બન્ને દરદીઓ હાલમાં સારવાર લઇ રહ્યાં છે. જયારે બાબતે આરોગ્ય વીભાગ દ્વારા બન્ને વિસ્તારોમાં તપાસ હાથ ધરીને સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે. તેમજ જરૂરી સાવચેતીના પગલાં ભરવા માટેની સૂચના પણ આપવામાં આવી છે.

નડિયાદ ડેન્ગ્યુના રોગચાળામાં વધુ 5 સપડાયા

નડિયાદ| ખેડા િજલ્લામાં ડેન્ગ્યુનાે રોગચાળો દિનપ્રતિદિન બેકાબુ બની રહ્યો છે. નડિયાદ શહેરમાં બુધવારે ડેન્ગ્યુના શંકાસ્પદ 5 કેસ મળી આવ્યા હતા. શહેરમાં ડેન્ગ્યુમાં સપડાયેલા કેસનો આંક 14 પહોંચી ગયો છે. જ્યારે હજુ પણ શહેરમાં છુટાછવાયેલા કેસો ચોપડે નોંધાયા નથી. અંગે અર્બન હેલ્થ વિભાગ દ્વારા સર્વે કરવામાં આવે છે પરંતુ રોગચાળો કાબુમાં છે. તેમ ગાણુ કરીને જવાબદારીમાંથી મુક્તિ મેળવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. કારણકે નગરમાં રોગચાળો નિયંત્રણમાં આવવાના બદલે કેસો જોતાં વધી રહ્યો હોય તેમ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. નડિયાદ શહેર સહિત જિલ્લામાં ડેન્ગ્યુના રોગચાળાએ માઝા મૂકી દીધી છે. નડિયાદ શહેરના ઈન્દીરાનગરી, મોટી નહેર વિસ્તારમાં બુધવારે ડેન્ગ્યુમાં સપડાયેલા પાંચ કેસ મળી આવ્યા હતા. જેમાં ત્રણ પુરૂષ અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. રોગચાળામાં સપડાયેલા વ્યકિતઓને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે કરીને પોરાનાશક તેમજ ક્લોરીનની ટેબલેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. નગરમાં ડેન્ગ્યુમાં સપડાયેલાનો આંક 14 ઉપર પહોંચી ગયો છે. સંદર્ભે અર્બન હેલ્થ ઓફીસર ડો. કે.કે.કાપડિયાએ જણાવ્યુ હતું કે, નગરમાં સર્વે દરમિયાન પાંચ ડેન્ગ્યુના કેસ મળી આવ્યા છે.

સર્વે તથા ફોંગીગની કામગીરી સતત કરાશે

આણંદજિલ્લામાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 32 કેસોએ દેખા દીધી છે. જેથી આરોગ્ય વિભાગ બાબતે વધુ સતર્કતા રાખી રહ્યું છે. તેમજ આગામી દિવસોમાં મોટાભાગની સોસાયટી વિસ્તારોમાં પણ સર્વે તથા ફોગિંગ સહિતની જાગૃતિની કામગીરી પણ કરવામાં આવશે તેમ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.

જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં 32 કેસ નોંધાયા

ભય| રોગચાળાને પગલે આરોગ્ય વિભાગમાં દોડધામ

અન્ય સમાચારો પણ છે...