તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદના ઉમરીનગરમાં રોગચાળાની દહેશત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદશહેરના પૂર્વ વિસ્તારમાં મીના પાર્ક પાસેથી પસાર થતાં કાંસ તથા મહુડી કુઆવીની તલાવડીમાં જંગલી ઘાસ ઉગી નીકળેલ છે. ગંદા પાણી ભરાયેલા છે. જેના કારણે મચ્છર સહિતની જીવાતનો ઉપદ્રવ વધી ગયો છે. જેથી વિસ્તારમાં બીમારીનું પ્રમાણ વધી ગયું છે. જેને ધ્યાને લઇને વિસ્તારના રહીશોએ એકત્ર થઇ સીઓ એચ.કે.ગરવાલને આવેદન આપીને રજૂઆત કરી હતી.

આણંદ શહેરનાં વોર્ડ નં.4 માં અાબાદનગર, ઉમરીનગર, અતિત પાર્ક અને મીના પાર્ક સોસાયટીમાં 250થી વધુ મકાનો આવેલા છે. વિસ્તારમાં આવેલ તલાવડી તથા કાંસની સફાઇના અભાવે જીવાતોનો ઉપદ્રવ વધી ગયો છે. જેના કારણે લોકો રાત્રે િનંદર પણ માણી શકતા નથી. ઘેર ઘેર બીમારીના ખાટલા જોવા મળે છે. ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના રોગે દેખા દીધા છે તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. ચોમાસા પૂર્વે વિસ્તારના રહીશો કાંસની સફાઇ બાબતે લેખિત રજૂઆત કરી હતી. ઉપરાંત તલાવડી તથા માર્ગોની સફાઇ અંગે પાલિકામાં રજૂઆત કરવાં છતાં કોઈ પગલાં લેવાયા હતાં. આમ તંત્રના પાપે સ્થાનિક રહીશો બીમારીમાં સપડાય રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...