તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ શહેરમાં શંકાસ્પદ ડેન્ગ્યુનાં વધુ 8 કેસ મળ્યાં

આણંદ શહેરમાં શંકાસ્પદ ડેન્ગ્યુનાં વધુ 8 કેસ મળ્યાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદશહેરનાં લોટિયા ભાગોળ, 100 ફુટનો રોડ, ગંગદેવનગર સહિતનાં મોટાભાગનાં વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના પગલે ગંદકીનું સામ્રાજ્ય છવાઇ ગયું છે. જેના પગલે મેલેરિયા, ટાઇફોડ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા સહિતનાં રોગોમાં નગરજનો સપડાઇ રહ્યાં છે. બે દિવસમાં ડેન્ગ્યુનાં કેસ નોંધાયા છે. તમામ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જેના કારણે સાચો આંકડો બહાર આવતો નથી.

આણંદ શહેરની ત્રણ ખાનગી હોસ્પિટલોમાં શંકાસ્પદ ડેન્ગ્યુનાં આઠ દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. ઉપરાંત અન્ય હોસ્પિટલોમાં પણ શંકાસ્પદ ડેન્ગ્યુનાં દર્દીઓ નોંધાયા છે. પરંતુ સરકારી અર્ધ-સરકારી હોસ્પિટલોમાં સારવાર દર્દીઓ લેતા હોવાથી ડેન્ગ્યુ, મેલેિરયા સહિતનાં કેસોનો આંકડો બહાર આવતો નથી. શહેરનાં લોટિયા ભાગોળ વિસ્તારમાં અસહ્ય ગંદકી છે, પરંતુ પાલિકા તંત્ર દ્વારા તેની સફાઇ કરવામાં આવતી નથી. જેના કારણે રોગચાળો વકર્યો છે. આણંદ સો ફૂટનાં રોડ ઉપર વિવિધ સોસાયટીઓનાં મુખ્ય રસ્તા અને કોમન પ્લોટ પાસે વરસાદી પાણી ભરાતાં ગંદકી છવાઇ ગઇ છે. ઉપરાંત ગંગદેવનગરમાં મુખ્યમાર્ગ ઉપર કચરાનાં ઢગલાં જોવા મળે છે. તેમજ કાદવ-કિચડનું પ્રમાણ વધી ગયું છે. છેલ્લાં ત્રણ માસથી વિસ્તારમાં પરિસ્થિતીનું નિર્માણ થયું છે.

જે અંગે પાલિકામાં ચીફ ઓફિસર સહિત સત્તાધીશોને રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાતાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લાં બે દિવસથી વિસ્તારમાં મેલેિરયા, ટાઇફોડ અને કમળાનાં દર્દી તથા શંકાસ્પદ ડેન્ગ્યુનાં બે કેસ મળી આવ્યા છે. જેને લઇને પ્રજામાં ફફડાટ વ્યાપી ગયો છે.

પ્રતિક ઉપવાસની ચીમકી

^ગંગદેવનગરનારહીશોએ પાયાની સુવિધા અને સાફસફાઇ માટે એક માસ અગાઉ રેલી કાઢીને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું. ત્યારબાદ કલેક્ટરને પણ રજૂઆત કરી હતી. છેલ્લા કેટલાય વર્ષોથી કરવામાં આવતી નથી. તે બાબતેની રજૂઆત મુખ્યમંત્રીને પણ કરી હતી તેમ છતાં પાલિકાના સત્તાધીશો ઓરમાયું વર્તન રાખે છે. જેના વિરોધમાં આગામી 3જી તારીખે પ્રતિક ઉપવાસ છેડવાની ચીમકી ઉચ્ચારી છે.> આર.એચ.પ્રજાપતિ,સ્થાનિકરહીશ, આણંદ.

આરોગ્ય દ્વારા સર્વેની કામગીરી

^આણંદશહેરમાં છેલ્લા સપ્તાહમાં શંકાસ્પદ ડેન્ગ્યુનાં આઠ કેસ નોંધાયા છે. જે શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. તેને ધ્યાને લઇ આરોગ્યની જુદી-જુદી ટીમો દ્વારા ઘેર ઘેર સર્વે કરી જરૂરી સારવાર દર્દીઓને અપાઇ રહી છે. અને મચ્છર અને જીવાતનાં ઉપદ્રવનાં નાશ માટે ફોગિંગ કરાઇ રહ્યું છે.>ડો. આર.બી.પટેલ,િજલ્લાઆરોગ્ય અધિકારી, આણંદ.

ગંગદેવનગરમાં મેલેરિયા સહિતનાં રોગે દેખા દીધી

અન્ય સમાચારો પણ છે...