તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • છેડતી કેસમાં છાત્રા વાલીઓએ વીસી સમક્ષ આક્રોશ ઠાલવ્યો

છેડતી કેસમાં છાત્રા-વાલીઓએ વીસી સમક્ષ આક્રોશ ઠાલવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાનગરસ્થિત ડો.એચ.એમ.પટેલ સ્કૂલ ઓફ ઇન્ટિરીયર ડિઝાઇનમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ દ્વારા પાર્ટ ટાઇમ લેકચરર ધવલભાઇ પંચાસરા દ્વારા છેડતી કરવામાં આવી હોવાની વિદ્યાનગર પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી. આમછતાં પ્રાધ્યાપક સામે કોઇ કાર્યવાહી ના થતાં વિદ્યાર્થિનીઓ વાલીઓ સાથે એસ.પી.યુનિવર્સિટી ખાતે જઇને વાઇસ ચાન્સેલરને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. વાઇસ ચાન્સેલર, રજિસ્ટ્રાર અને ડેપ્યુટી રજિસ્ટ્રાર સમક્ષ વિદ્યાર્થિનીઓએ પ્રાધ્યાપક દ્વારા થતી હેરાનગતિ વિશે પુરાવાઓ સાથે રજૂઆત કરી હતી. ત્યારબાદ મામલે યુનિવર્સિટીના વુમન સેલને તપાસ સોંપવામાં આવી હતી.

વાઇસ ચાન્સેલર ડો.શિરીષ કુલકર્ણીએ જણાવ્યું હતું કે "ડો.એચ.એમ.પટેલ સ્કૂલ ઓફ ઇન્ટિરીયર ડિઝાઇનની વિદ્યાર્થિનીઓ વાલીઓ સાથે આવીને પ્રાધ્યાપક ધવલભાઇ પંચાસરા વિરુધ્ધ કરેલી રજૂઆત સાંભળી હતી. બાદમાં યુનિવર્સિટીના વુમન સેલ સમક્ષ સમગ્ર મામલો મુકવામાં આવ્યો હતો. કોલેજના ડાયરેક્ટર અને આચાર્યની રજૂઆત પણ સાંભળવામાં આવી હતી. બંને પક્ષની રજૂઆત સાંભળી હવે કાયદાની જોગવાઇ અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરાશે.\\\'

પ્રાધ્યાપક-આચાર્ય સાથે ત્રણ કલાક બેઠક ચાલી

વુમનસેલના ડો.પિનાકીની પંડયાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થિનીઓએ વાઇસ ચાન્સેલરને રજૂઆત કર્યા બાદ અમે પ્રાધ્યાપક ધવલભાઇ પંચાસરા અને આચાર્ય સાથે બેઠક કરી હતી. બેઠક ત્રણ કલાક સુધી ચાલી હતી. જેમાં તેઓની રજૂઆતો સાંભળવામાં આવી હતી. મામલે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.\\\'

વિદ્યાનગરના છાત્રાઓની છેડતીનો મામલો ઉગ્ર બન્યો

અન્ય સમાચારો પણ છે...