તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • વિદ્યાર્થીનીઓની છેડતી કેસમાં વિદ્યાનગર પોલીસનું ભેદી મૌન

વિદ્યાર્થીનીઓની છેડતી કેસમાં વિદ્યાનગર પોલીસનું ભેદી મૌન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાધામનેકલંક લગાડે અને સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચાવનારા લંપટ પાર્ટ ટાઈમ લેક્ચરર ધવલભાઈ પંચાસરા વિરૂદ્ધ છેડતીની ફરિયાદ એચ.એમ. પટેલ સ્કુલ ઓફ ઈન્ટીરીયર ડિઝાઈનીંગની વિદ્યાર્થિનીઓએ કરી હતી. જોકે, ફરિયાદને ત્રણ દિવસનો સમયગાળો વીતવા છતાં પણ વિદ્યાનગર પોલીસ સ્ટેશનેથી માત્ર અડધો કિલોમીટર દૂર આવેલી ઈન્સ્ટીટ્યૂટમાં જઈને પોલીસ દ્વારા મામલે હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

મામલે વિદ્યાનગર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને પ્રકરણની તપાસ કરી રહેલા એ.સી. પરમારને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, હજુ સુધી ધવલભાઈ પંચાસરાને નિવેદન લેવા માટે બોલાવ્યા નથી. જોકે, સિવાય કોલેજના પ્રિન્સીપાલ કવિતા પટેલ વિરૂદ્ધ પણ હજુ સુધી કોઈ પ્રકારની કાર્યવાહી કરાઈ નથી. શું વિદ્યાનગર પોલીસ જિલ્લા પોલીસ વડા સૌરભકુમાર સિંઘની સૂચના અને માર્ગદર્શનની રાહ જોઈ રહ્યા છે ?

પોલીસ મથકથી અડધો કિ.મી. દૂર કોલેજ આવેલી છે

કડક કાર્યવાહી કરતી પોલીસ લેક્ચરર સામે ચૂપ કેમ?

અન્ય સમાચારો પણ છે...