તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • કરમસદની સરદાર પટેલ હાઈસ્કુલમાં ભરવાડ દરબારના જૂથ વચ્ચે ધીંગાણું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરમસદની સરદાર પટેલ હાઈસ્કુલમાં ભરવાડ-દરબારના જૂથ વચ્ચે ધીંગાણું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદપાસેના કરમસદની સરદાર પટેલ હાઈસ્કુલમાં ભરવાડ અને દરબાર કોમના બે વિદ્યાર્થીઓ વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો. જેના પગલે બંને કોમના વિદ્યાર્થીઓએ અંગેની જાણ તેમના સંબંધી-મિત્રોને કરતાં બંને જૂથના ટોળાં સ્કુલ કમ્પાઉન્ડમાં મારક હથિયારો સાથે ધસી ગયા હતા. બનાવની જાણ થતાં વિદ્યાનગર પોલીસ તુરંત દોડી આવી હતી. સ્કૂલના આચાર્યે વિદ્યાનગર પોલીસ સ્ટેશને ટોળાં વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં સ્કૂલના આચાર્ય દિપકચંદ્ર બચુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુરૂવારે સવારે દસ વાગ્યે સ્કુલમાં ગયા હતા ત્યારે સ્કુલમાં તેમને જાણવા મળ્યું હતું કે, દેવરાજપુરામાં રહેતો અને શાળામાં ધો. 12 માં અભ્યાસ કરતા વિરલ નામના વિદ્યાર્થીને ધો. 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી વિપુલ સાથે તકરાર થઈ હતી. તેની રીસ રાખીને સ્કૂલમાં પાંચથી ભરવાડ યુવકો લાકડાના દંડા સાથે દોડી આવ્યા હતા અને વિરલને શોધીને માર માર્યો હતો. જેથી વિરલે બૂમાબૂમ કરી મૂકી હતી અને અા બનાવના પગલે શાળાના વિદ્યાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. બનાવની જાણ દેવરાજપુરામાં થતાં ત્યાંથી પણ યુવકો લાકડીઓ લઇને શાળા પર ધસી આવતાં ભયનો માહોલ સર્જાયો હતો. જેને લઇને ભારે હોબાળો મચી ગયો હતો. બનાવની જાણ થતાં વિદ્યાનગર પોલીસ કાફલો દોડી ગયો અને બંને કોમના ટોળાંને વિખેરીને મામલો થાળે પાડ્યો હતો. બીજી તરફ અંગેની જાણ થતાં શાળાના કર્મી રાકેશભાઈ પટેલે બંને ટોળાંને દૂર કર્યા હતા. બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. બનાવ સંદર્ભે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

શાળાના આચાર્યએ 50 થી વધુ ટોળાં વિરૂદ્ધ વિદ્યાનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી

બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થતાં પરિવારજનો સ્કુલ કમ્પાઉન્ડમાં ધસી આવતાં ફફડાટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો