તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • કેરિયર કાઉન્સિલરની જગ્યાનો કોલ લેટર ઈન્ટર્વ્યૂની તારીખ બાદ મળ્યો!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેરિયર કાઉન્સિલરની જગ્યાનો કોલ લેટર ઈન્ટર્વ્યૂની તારીખ બાદ મળ્યો!

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદરોજગાર વિભાગના મોર્ડન કેરિયર સેન્ટરના કેરિયર કાઉન્સિલરની જગ્યા પર બે ઉમેદવારોની ભરતી કરવા માટે રોજગાર વિભાગ દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં 225 ઉમેદવારોએ અરજી કરી હતી પરંતુ કોલ લેટર મોડાં મળતાં ફક્ત 50 ઉમેદવારો ઈન્ટર્વ્યૂમાં હાજર રહ્યા હતા.

ભારત સરકાર દ્વારા એક તરફ ડીજીટલ ઈન્ડિયાની વાતો કરવામાં આવે છે ત્યારે બીજી તરફ ભારત સરકાનું પોસ્ટ વિભાગ જાણે બાબા આદમના જમાનામાં ચાલતું હોય તે રીતની તેની કાર્યપ્રણાલિ જોવા મળી રહી છે. આણંદ રોજગાર વિભાગના મોડર્ન કેરિયર સેન્ટરના કેરિયર કાઉન્સેલરની જગ્યા પર ઈન્ટર્વ્યૂની તારીખ ગત 3 સપ્ટેમ્બરના રોજ રાખવામાં આવી હતી. માટે 225 ઉમેદવારો દ્વારા અરજી કરાઈ હતી. પરંતુ ઈન્ટર્વ્યૂમાં માત્ર 50 ઉમેદવારો હાજર રહ્યા હતા. જ્યારે મોટાભાગના ઉમેદવારોને બુધવારે, એટલે કે 7 સપ્ટેમ્બરના રોજ બપોરે 12 કલાકે પોસ્ટ વિભાગ દ્વારા ઓર્ડર મળ્યા હતા. ઈન્ટર્વ્યૂના ચાર દિવસ બાદ ઈન્ટર્વ્યૂમાં હાજર રહેવા માટેની પોસ્ટ મળતાં ઉમેદવારોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. જેના પગલે ગુરૂવારે સવારે 11 કલાકે મોટાભાગના ઉમેદવારો આણંદ રોજગાર વિભાગની કચેરીએ રજૂઆત કરવા ગયા હતા. જોકે, રોજગાર અધિકારી બી. ઝેડ. વસાવાને રજૂઆત કરતાં તેમણે પોસ્ટ વિભાગે મોડાં પોસ્ટ કર્યા હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ ઉમેદવારો પોસ્ટ વિભાગના સુપ્રિટેન્ડન્ટ પી. બી. ઝાલાને રજૂઆત કરી હતી. જોકે, તેમણે ઉમેદવારો સાથે ઉદ્ધત વર્તન કરી અંગે અમે શું કરીએ તેમ જણાવ્યું હતું. જેના પગલે તમામ ઉમેદવારો અસમંજસની સ્થિતિમાં મૂકાઈ ગયા હતા અને તેમણે મામલે નિવાસી અધિક કલેક્ટર બી.એમ. વિરાણીયાને રજૂઆત કરી હતી. તેમણે પણ ઉમેદવારો સાથે ઉદ્ધતાઈભર્યુ વર્તન કરી જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કર્યો હતો.

કોલ લેટર RPAD મોકલવો જોઈએ

^ભરતીઅંગેના કોલ લેટર સાદી પોસ્ટને બદલે આરપીએડીથી મોકલવા જોઈએ. આજના ઝડપી યુગમાં સંભવત ટેલિફોનિક જાણ પણ કરી શકાય. અરજીના સમયે ઈ-મેલ એડ્રેસ અને મોબાઈલ નંબર લે છે તો તેના પર વ્યક્તિગત જાણ કેમ કરી એક પ્રશ્ન છે. > નીપારાજપુત, ઉમેદવાર,ગામડી.

3જીએ ઇન્ટરવ્યું હતાં ને કોલ લેટર 7મી સપ્ટેમ્બરે મળતાં રોષ

પોસ્ટ ઓફિસની ભૂલ કે પછી રોજગાર વિભાગે પોસ્ટ મોડાં કર્યા?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો