તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • ભરોડામાં માતા પિતાની પુત્રી સામે રૂા.9 લાખની છેતરપિંડીની ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરોડામાં માતા-પિતાની પુત્રી સામે રૂા.9 લાખની છેતરપિંડીની ફરિયાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉમરેઠતાલુકાના ભરોડા ગામમાં માતા-પિતાએ તેમની મરજી વિરૂદ્ધ પ્રેમલગ્ન કરનારી પુત્રી વિરૂદ્ધ ખંભોળજ પોલીસ સ્ટેશનમાં રૂા. 9 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય બાબત તો છે કે, બીજી તરફ પુત્રીએ પણ પોતાના માતા-પિતા વિરૂદ્ધ રૂા. 10 લાખ રોકડા અથવા તો 4500 તોલા સોનું બળજબરીથી કઢાવવા માંગતા હોવાની ફરિયાદ નોંધાવતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમરેઠના ભરોડામાં રહેતા મનીષભાઈ ચંદુભાઈ પટેલ અને અનિતાબેનની પુત્રી નિધિએ ગત માર્ચ માસમાં ભરોડામાં રહેતા કૃણાલ પટેલ નામના એક યુવક સાથે પોતાના પરિવારજનોની મરજી વિરૂદ્ધ લગ્ન કરી દીધા હતા. યુવતીના માતા અનિતાબેને ખંભોળજ પોલીસ સ્ટેશને પુત્રી નિધિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, ગત માર્ચ માસમાં નિધિ પોતાની બહેનપણીના લગ્નમાં દાગીના પહેરવા આપવાનું જણાવી તેમના 340 ગ્રામ સોનાના રૂા. 9 લાખની કિંમતના સોનાના દાગીના લઈ ફરાર થઈ ગઈ હતી. અંગેની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે નિધિ કૃણાલ પટેલ વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ નિધિ પટેલે પણ પોતાના માતા અનિતા અને પિતા મનીષભાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા હોઈ તેના માતા-પિતા લગ્નથી નાખુશ હતા. જેના કારણે તેઓ મારી પાસેથી બળજબરીથી રોકડા રૂા. 10 લાખ અથવા તો 4500 તોલા સોનું પડાવવા માટે મને જાનથી મારી નાંખવાની ધમકી આપી રહ્યા છે. બંનેની ક્રોસમાં ફરિયાદ ખંભોળજ પોલીસ સ્ટેશને નોંધાતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

માતા-પિતા 10 લાખ માંગતા હોવાની પુત્રીએ ફરિયાદ નોંધાવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો