તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • વિદ્યાનગરમાં વિસર્જનને લઇને શાંતિ સમિતીની બેઠક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાનગરમાં વિસર્જનને લઇને શાંતિ સમિતીની બેઠક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિદ્યાનગરશહેરમાં દર વખતે સાત િદવસે ગણેશ વિસર્જન કરવામાં આવે છે. આગામી તા.11મીના રવિવારનાં રોજ સવારે વિદ્યાનગરનાં માર્ગો ઉપર ગણેશ વિસર્જન યાત્રા નિકળનાર છે તેને ધ્યાને લઇ વિદ્યાનગર પોલીસ દ્વારા મંડળો સાથે શાંતિ સમિતીની બેઠક યોજીને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.

વિદ્યાનગર પોલીસ દ્વારા ગણેશોત્સવને લઇને સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉપરાંત 11મી તારીખે શહેરમાં ગણેશ વિસર્જનની યાત્રા નીકળનાર છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ બને તે માટે વિદ્યાનગરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.સી.પરમારે વિદ્યાનગરના યુવક મંડળો અને ગામના આગેવાનો સાથે શાંિત સમિતીની બેઠક બોલાવી હતી. જેમાં એ.સી.પરમારે યુવક મંડળોને વિસર્જન યાત્રા દરમિયાન નિયત કરેલ રૂટ પરથી પસાર થવા, યાત્રા દરમિયાન અબીલ-ગુલાલની પોટલીઓ છુટી મારવા, લાઉડ સ્પીકર મોટેથી વગાડવા, કોઈપણ સમાજની લાગણી દુભાય તેવા સૂત્રોચ્ચાર કરવા અનુરોધ કર્યો હતો. પ્રસંગે વિદ્યાનગર ડેરીના ચેરમેન મુકેશભાઈ પંચાલ તથા શહેરના આગેવાનો અને વિવિધ મંડળોનાં પ્રમુખ તથા યુવકો ઉપસ્થિત રહ્યાં હતાં.

વિદ્યાનગરનાં મૂકેશ પંચાલે પણ યુવક મંડળોનાં સભ્યોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને શોભાયાત્રા દરમિયાન કોઇપણ વ્યક્તિને નુકશાન પહોંચે તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. ઉપરાંત વિસર્જન સમયે પણ તળાવનાં કિનારે બાળકોને નહીં લઇ જવા જ‌ણાવ્યું હતું.

શાંતિ સમિતિની બેઠકમાં યુવક મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

શહેરમાં 100 મંડળો દ્વારા તા.11મીએ વિસર્જન યાત્રા યોજાનાર છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો