Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સંદેશરમાં એકના ડબલ કરી ઠગાઈ આચરનારી ગેંગના ત્રણ ઝડપાયા
આણંદપાસેના સંદેશરમાં એકના ડબલ કરી આપવાનું જણાવી મહારાષ્ટ્રના ટ્રક ચાલક સાથે રૂા. 15 લાખની છેતરપિંડી આચરનારી ગેંગના ત્રણ સાગરિતોને વિદ્યાનગર પોલીસે સંદેશર, મોગરી અને બોરીયાવી ખાતેથી દબોચી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રૂા. 11 લાખ રોકડા રીકવર કર્યા છે. જોકે, હજુ ગેંગનો મુખ્ય સુત્રધાર ઉપરાંત છને ઝડપવાના બાકી છે.
અંગેની પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્રના ગોખીવારા ફાધરવાડી ખાતે રહેતા અને વ્યવસાયે ટ્રક ચાલક એવા ભગવાન મણીલાલ પટેલે શખ્સો સામે વિદ્યાનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, તેનો સંદેશરમાં રહેતો એક મિત્ર દાસ નામે હોય તેણે તેને વિશ્વાસમાં લઈ પોતાની પાસે એક સંત બાપુ છે જેઓ એકના ડબલ કરી આપે છે તેવું જણાવ્યું હતું. આમ જણાવી ગત 1 જુલાઈના રોજ તેઓ પાસેથી રૂા. 51 હજાર પડાવ્યા હતા. પછી સંદેશરમાં રહેતા શનાભાઈ જેનાભાઈ તળપદાના મકાનમાં પૂજા પાઠ કરાવવાના બ્હાને લઈ ગયા હતા. જ્યાં શનાભાઈ તથા દાસે બાપુને દાન કરાવ્યું હતું. બાપુએ તેેને સવા ચાર કરોડ રૂપિયા તારા નસીબમાં છે તેમ જણાવ્યું હતું. માટે તેના પાંચ ટકા લેખે રૂા. વીસ લાખ આપવા પડશે તેમ કહેતા બીજા દિવસે તે રૂા. 15 લાખ લઈ આવ્યો હતો. અને બાપુને આપ્યા હતા. વાતને પંદર દિવસનો સમય થવા આવ્યો હોવા છતાં પણ તેના પૈસા એકના ડબલ થતાં તેણે તેના મિત્ર અને બાપુને ફોન કર્યો હતો. પરંતુ તેનો ફોન પર સંપર્ક થતાં તેણે સંદેશરમાં આવી તપાસ હાથ ધરી હતી. પરંતુ કોઈ પત્તો લાગતા તેણે અંગે વિદ્યાનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ બાદ વિદ્યાનગર પોલીસે છેતરપિંડીમાં સંડોવાયેલા મકાનમાલિક શનાભાઈ જેનાભાઈ તળપદા અને મોગરીના સુરેશભાઈ બંસીભાઈ પટેલની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી. તેમને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવી સઘન પૂછપરછ કરતાં ઠગાઈકાંડમાં બોરીયાવીનો બિપીન પ્રજાપતિ હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરી તેની પાસેથી રૂા. 11 લાખ રીકવર કર્યા હતા. જોકે, હજુ રૂા. 4 લાખ રીકવર કરવાના બાકી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ચાર લાખ રૂપિયા હરિદાસ પટેલ નામનો શખ્સ લઈ ગયો છે જેના નામ-ઠામની તેના સાગરિતોને જાણ નથી.
પ્રજા જાગૃતિ કેળવવાની પોલીસની અપીલ
જ્યાંલોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરે તેવી ગુજરાતી કહેવતને સાર્થક કરતી અવાર-નવાર કેટલીય છેતરપિંડીની ઘટનાઓ આણંદ જિલ્લામાં બની રહી છે. ત્યારે મામલે પોલીસ તો કાર્યવાહી કરે છે પરંતુ પ્રજાએ પણ જાગૃત બનવાની જરૂર હોવાનું જણાવતા પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે.એસ. દવેએ જણાવ્યું હતું કે, સ્લમ એરિયામાં રહેતા લોકો કેવી રીતે કોઈને કરોડપતિ બનાવી શકે. આવી લૂંટારૂ કે પછી ઠગાઈ આચરતી ટોળકી સક્રિય હોય તો તેની માહિતી તુરંત નજીકના પોલીસ સ્ટેશને આપવી.