તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • ઠાસરામાં એસટી પાસની બારી બંધ : વિદ્યાર્થીને હાલાકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠાસરામાં એસટી પાસની બારી બંધ : વિદ્યાર્થીને હાલાકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઠાસરાસહિત આસપાસના ગામોના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે ડાકોર, વિદ્યાનગર, નડિયાદ, આણંદ વગેરે સ્થળોએ અવરજવર કરતા હોય છે. વિદ્યાર્થીઓને એસ.ટી બસમાં રાહતનો પાસ મળે છે. પરંતુ એસ.ટી તંત્ર દ્વારા છેલ્લા એક સપ્તાહથી ઠાસરા બસ સ્ટેન્ડમાં પાસબારી નહીં ખોલવાના કારણે વિદ્યાર્થીઓને ભાડું ખર્ચીને બસમાં અપડાઉન કરવું પડે છે. જેથી વિદ્યાર્થીઓને નાણાંના વ્યય સાથે હાલાકીનો સામનો કરવો પડે છે.

સંદર્ભે વિદ્યાર્થીઓએ જણાવ્યુ હતું કે, ઠાસરા બસ સ્ટેન્ડમાં પાસઓફીસ આવેલી છે. પાસઓફીસ છેલ્લા એક સપ્તાહથી બંધ હાલતમાં હોય છે. જેના કારણે વિદ્યાર્થીઓ તથા કાયમી નોકરી અર્થે અપડાઉન કરતાં નોકરિયાત વર્ગ તથા વિદ્યાર્થીઓને પાસ કઢાવી શકતા નથી. જેના કારણે પાસધારકોને એસ.ટીનું બમણું ભાડુ ભરીને અપડાઉન કરવાની ફરજ પડી છે. પાસબારીએ બોર્ડ લખવામાં આવ્યું છે કે, પાસ માટે ડાકોર બસ સ્ટેન્ડનો સંપર્ક કરવો. તેવું જણાવાયું છે. જેથી ઠાસરા સહિત આસપાસના ગામના વિદ્યાર્થીઓ તથા નોકરિયાત વર્ગને પાસ કઢાવવા માટે ડાકોર જવાની ફરજ પડે છે. જેથી વિદ્યાર્થીઓ અને મુસાફરો આખો દિવસ બગાડીને પાસ કઢાવવા માટે લાઇનમાં ઉભુ રહેવું પડે છે. જેના કારણે સમય બગડે છે.

શાળા-કોલેજમાં વિદ્યાર્થીઓને રજા પાડવી પડે છે. જેથી તેઓનો અભ્યાસ પણ બગડે છે. જ્યારે નોકરિયાતવર્ગને રજા પડતાં આખો દિવસ બગડે અને ખાનગી નોકરી કરતાં લોકોને એક દિવસનો પગાર ગુમાવવો પડે છે. સમસ્યાથી વિદ્યાર્થીઓ અને નોકિયાત વર્ગ ત્રસ્ત થઈ ગયા છે. બાબતે અનેકવાર ડાકોર એસ.ટી ડેપોમાં રજૂઆત કરવા છતાં તેનું નિવારણ કરવામાં આવ્યુ નથી. સત્વરે પાસબારી ઠાસરામાં કાર્યરત કરવામાં નહીં આવે તો, બસ રોકો આંદોલન કરવામાં આવશે તેવી િવદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગે ચીમકી ઉચ્ચારી હતી.

ઠાસરા એસટી બસ સ્ટેશનમાં આવેલ પાસબારીમાં ખંભાતી તાળાં લટકે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો