તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • આણંદ જિલ્લામાં ગુરુપૂર્ણિમા પર્વ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ જિલ્લામાં ગુરુપૂર્ણિમા પર્વ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદજિલ્લાના બોચાસણ, સારસા, વહેરાખાડી, દંતાલી સહિત ગામેગામ આવેલા દેવમંદિરો અને આશ્રમોમાં વહેલી સવારે ગુરુવંદના સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. બોચાસણ ખાતે વહેલી સવારથી હરિભકતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

બોચાસણ ખાતે આવેલ સ્વામીનારાયણ મંદિરમાં મહંત સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, ઇશ્વરચરણ સ્વામી તથા આનંદસ્વરૂપ સ્વામીના સાનિધ્યમાં ગુરુવંદના કાર્યક્રમ સવારે 8 કલાકે યોજાયો હતો. ત્યારબાદ દિવસ દરમ્યાન સત્સંગ તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. સંદેશર ગામે પ્રિતમદાસજી મહારાજના આશ્રમમાં સવારે ગુરુની પાદુકાની પૂજનનંો આયોજન કરાયું હતું. જેના લાભ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લીધો હતો. સારસા સત્ કૈવલ મંદિર તથા કાસોર સત્ કૈવલ મંદિરે અવિચલ મહારાજના સાનિધ્યમાં ગુરુવંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દંતાલી ગામે સચ્ચિદાનંદ મહારાજના આશ્રમે પણ ભજન-કિર્તન તથા ગુરુપૂજન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. વહેરાખાડી ગામે ગંગેશ્વર મહારાજના આશ્રમમાં તથા આંકલાવડી ગામે રવિશંકર મહારાજના આશ્રમમાં ગુરુવંદના સહિતના ધાર્મિક કાર્યક્રમો સવારથી સાંજ સુધી યોજાયા હતા. ઉપરાંત આણંદ શહેરમાં બેઠક મંદિર ખાતે ગુરુપૂજન કાર્યક્રમ યોજાયો હતો. આણંદ રાધાકૃષ્ણ મંદિરે ભગવાનદાસજી મહારાજના સાનિધ્યમાં ગુરુપૂજન શ્રદ્ધાળુ ભકતોએ કરીને ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો