તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • વિદ્યાનગરમાં લાંચ લેતા ઝડપાયેલા પ્રોફેસરના બે દિવસના રિમાન્ડ મંજૂર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાનગરમાં લાંચ લેતા ઝડપાયેલા પ્રોફેસરના બે દિવસના રિમાન્ડ મંજૂર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શિક્ષણનગરીતરીકે સમગ્ર વિશ્વમાં જાણીતા બનેલા વિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવર્સિટીના સંકુલમાં કોર્પોરેશન બેંક પાસે સોમવારે ગુરૂપર્ણિમાની પૂર્વસંધ્યાએ સોશ્યોલોજિ ડિપાર્ટમેન્ટના હેડ હિતેશ એન. પટેલ રૂા. 90 હજારની લાંચ લેતા અમદાવાદ એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ઘટનાએ શિક્ષણજગતમાં ભારે હાહાકાર મચાવી દીધો છે. ત્યારે બીજી તરફ કેસ સંદર્ભે તપાસ કરી રહેલી આણંદ એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા લાંચિયા પ્રોફેસરને મંગળવારે કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે તેમના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અંગે વાત કરતા આણંદ એન્ટી કરપ્શન બ્યૂરોના પોલીસ ઈન્સ્પેક્ટર એ.એમ. શેખે જણાવ્યું હતું કે, કોર્ટમાંથી તેમના આગામી 21 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન પીએચડીની બનાવટી ડિગ્રી આપવામાં અન્ય કેટલાં શખ્સોની સંડોવણી છે. થીસીસ કોણ અને કેવી રીતે લખી આપવામાં આવતા હતા અને તે માટે કેટલા પૈસાની ચૂકવણી કરવામાં આવતી હતી તે તમામ બાબતને લઈને તેમની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આણંદ-વિદ્યાનગરના શિક્ષણ જગતમાં મંગળવારે સમગ્ર દિવસ દરમિયાન સોશ્યોલિજ ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ હિતેશ એન. પટેલ થકી તેમના વિદ્યાર્થીઓના થીસીસ લખી આપનારા રિટાયર્ડ પ્રોફેસર કોણ છે તે બાબતને લઈને ચર્ચા જામી હતી. જોકે, પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં બનાવટી ડિગ્રી કૌભાંડમાં ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરીને કૌભાંડમાં સંડોવાયેલા તમામ શખ્સો વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ તેમની પર સસ્પેન્શનનો ખતરો તોળાઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો