Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સામરખા પાસે ટ્રક ચાલકને ચાકુ બતાવી માર મારી લૂંટી લીધો
આણંદપાસેના સામરખા સીમ પાસેથી પસાર થતા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સોમવારે વહેલી સવારે ટ્રકની લાઈટ અચાનક બંધ થતાં ટ્રક ચાલક તે ચેક કરવા નીચે ઉતર્યો હતો ત્યારે બે અજાણ્યા શખ્સો ટ્રક પાસે ઘૂસી આવ્યા હતા. તેમણે ટ્રક ચાલકને ચાકુ બતાવી માર માર્યો હતો અને તેના પેન્ટના ખિસ્સામાંથી રોકડા રૂા. 12500 લૂંટી ફરાર થઈ ગયા હતા. અંગે ટ્રકના ચાલકે આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અંગેની પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ જોધપુરનો રહેવાસી ઘનશ્યામભાઈ રત્નારામજી બિશ્નોઈ સોમવારે રાત્રે ટ્રક લઈને અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન સવારે ચાર કલાકે તેની ટ્રકની લાઈટ બંધ થઈ જતાં તે લાઈટ ચેક કરવા માટે નીચે ઉતર્યો હતો. દરમિયાન સમયે અચાનક બે અજાણ્યા ઈસમો તેની પાસે ધસી આવ્યા હતા. ટ્રક ચાલક કંઈ સમજે વિચારે તે પહેલાં તેમણે તેને ચાકુ બતાવી ટ્રકની કેબિનમાં લઈ ગયા હતા અને તેને માર માર્યો હતો. વધુમાં તેના પેન્ટના ખિસ્સામાંથી રોકડા રૂા. 12500 ની લૂંટ કરી તેઓ ફરાર થઈ ગયા હતા. બનાવને પગલે ભયભીત બનેલા ટ્રક ચાલકે અંગે આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશને બે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બંને શખ્સોને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.