• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદના અક્ષરફાર્મમાં 15મી જુલાઇથી સંતપારાયણ શરૂ

આણંદના અક્ષરફાર્મમાં 15મી જુલાઇથી સંતપારાયણ શરૂ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ અક્ષરફાર્મ ખાતે 15થી 21મી જુલાઇ યોજાનાર સંત પારાયણમાં બીએપીએસના સ્વામીનારાયણ સંસ્થાના વડા મહન્ત સ્વામી ઉપસ્થિત રહેશે. જેમાં રોજ સવારે 5 થી 7 દરમ્યાન મહન્ત સ્વામી આર્શિવાદ આપશે. ઉપરાંત આત્મસ્વરૂપસ્વામી, નારાયણચરણ સ્વામી વકતવ્ય આપશે.

આ કથા દરમ્યાન બાળકો અને યુવકોના મનમોહક નૃત્યો, રસપ્રદ સંવાદોનો લાભ હરિભકતોને મળશે. સાંજે 5.30થી 7 દરમ્યાન સંતો આર્શિવચન આપશે. આ કાર્યક્રમમાં 16મી 21મી જુલાઇ સુધી મહન્ત સ્વામીનું પૂજા-દર્શન અને આર્શિવચનનો લાભ હરિભકતોને મળશે. સાંજે 7 થી 8 દરમ્યાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં 15જુલાઇને રવિવારે સુસ્વાગતમ્, 16 જુલાઇને સોમવારે સમીપ દર્શન, 17મી જુલાઇ મંગળવારે “મનિયો’ સંવાદ, 18મી જુલાઇ બુધવારે “જડી બુટ્ટી’-સંવાદ, 19 જુલાઇ ગુરુવારે “આખરી ચુકાદો’ સંવાદ, 20 જુલાઇ શુક્રવારે “ઇતિ વચનામૃતમ્’ પ્રશ્નોતરી, 21 જુલાઇ શનિવારે “શું ન થાય સ્વામીને કાજે ?’-સંવાદનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...