તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગામડીની દૂધમંડળીમાંથી 63 હજારની મતાની ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ પાસેના ગામડી ગામે આવેલી દુધ મંડળીના તાળા તોડી તસ્કરો તેમાંથી રૂા. 63 હજારની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે આણંદ શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગામડી ગામે આવેલી ગામડી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મુખ્ય દરવાજાનું તાળુ તોડી ગતરાત્રિના તસ્કરોએ મંડળીમાં પ્રવેશ કર્યો હતો. દરમિયાન સેક્રેટરીની ઓફિસમાં મુકેલી લોખંડની તિજોરી તોડી તેમાંથી અલગ-અલગ દરની ચલણી નોટો મળી રૂા. 63 હજારની ચોરી કરી હતી. આ અંગેની જાણ મંડળીમાં ફરજ બજાવતા ગુણવંતભાઈ હરમાનભાઈ પટેલને સવારમાં થઈ હતી. જેને પગલે તેમણે આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી પગેરૂં શોધવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...