તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાયણ પર્વે બજારોમાં પતંગ અને દોરીની ખરીદીનો માહોલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમી પતંગ બજારમાં મંદીનો માહોલ જોવા મળતો હતો.જેના પગલે સીઝનલ ધંધો કરતાં વેપારીઓ મુંઝવણ અનુભવી રહ્યાં હતા. જો કે ઉત્તરાયમ પર્વના આડે બે દિવસ રહેતા બજારમાં પતંગ દોરી ખરીદવા માટે ચહલપહલ નજરે પડી હતી. જેથી વેપારીઓમાં આનંદ છવાઇ ગયો હતો.

શહેરમાં સિઝનલ ધંધો કરતાં વેપારી સીદીકભાઇ મેમણે જણાવ્યું હતું કે, ગત વર્ષે જે પતંગોના ભાવ હતા. તે જ ભાવે પતંગો બજારમાં વેચાઇ રહી છે. છેલ્લા એક સપ્તાહથી ખરીદીમાં મંદી જોવા મળી હતી. જો કે શનિવાર સવારથી પતંગ બજારમાં ખરીદી મહોલ જોવા મળ્યા હતા. જો કે પતંગ રસિયાઓમાં ખાસ કરીને મોટા પતંગોની માંગ વધુ છે. જે 50 રૂપિયાથી લઇને 200 રૂપિયામાં વેચાઇ છે. જ્યારે મીડીય સાઇઝની પતંગો નડીઆદી, ખંભાતી અને બટરપેપર પતંગો વધુ વેચાઇ છે. જ્યારે દોરીમાં બરેલી તથા ઘસીને પીવડાવેલી દોરી યુવકો વધુ પસંદ કરે છે. છેલ્લા બે દિવસમાં પતંગ બજારમાં સારી ઘરાકી રહે તેવી આશા વ્યકત કરી છે.

પતંગની ખરીદીમાં શનિવારે લોકો ઉમટી પડ્યા હતા. તસવીર પંકજ પટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો