તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિસાન સન્માન : જિલ્લાના 1.54 લાખ ખેડૂતોના ખાતામાં રૂ.30.8 કરોડ જમા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશના 12 કરોડ ખેડૂતોના ખાતામાં વડાપ્રધાને ગોરખપુરથી રૂા.2000નો પ્રથમ હપ્તો ઓનલાઇન જમા કરાવ્યો છે. આણંદના 1.54 લાખ ખેડૂતોના ખાતામાં 30.8 કરોડ જમા થયા છે. રાજ્યમાં સૌથી વધુ 1.77 લાખ ખેડૂતોની રજીસ્ટ્રેશન કરી આણંદ જિલ્લાએ બીજી સ્થાન મેળવ્યું છે. આમ વહીવટી તંત્રની રાત દિવસ કામગીરીથી આણંદ જિલ્લાના 65 ટકા ખેડૂતોને લાભ મળ્યો છે.

આણંદ જિલ્લામાં લાભ મેળવવા પાત્ર 2.31 લાખ ખેડૂતોમાંથી 1.76 લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું હતું. જેમાં 20મી તારીખ પછી 20 હજાર ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે.તેવા અને અન્ય કારણોસર પેન્ડીંગ રહેલી અન્ય એન્ટ્રીઓને બાદ કરતાં 1.54 લાખ ખેડૂતોને પ્રથમ હપ્તો ચૂકવાઇ ગયો છે. જ્યારે બાકી રહેલા ખેડૂતોને અગામી સપ્તાહમાં રકમ ચૂકવાશે.

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આણંદ જિલ્લા કલેકટર દિલીપ રાણા અને સમગ્ર ટીમ દ્વારા ખેડૂતોની ઓનલાઇન નોધણીમાં રાજ્યભરમાં બીજે નંબરે રહીને અને 1.76 લાખ ખેડુતોની નોધણીનું કાર્ય કરવા બદલ અભિનંદન આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો