કેશવપુરા દૂધ મંડળી બંધ કરવા જિ. રજી.ની નોટીસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આંકલાવ ગામમાં વર્ષોથી આંકલાવ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ચાલે છે.તેમજ આંકલાવ એપીએમસીના સતાધિસોએ છ માસ અગાઉ આ દૂધમંડળી માત્ર અડધા કિલોમીટર દૂર કેશવપુરામાં મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી શરૂ કરી હતી.ત્યારબાદ ગામમાં જ્ઞાતિવાદના આધારે ભાગલા પાડી દૂધ ગેરકાયદે એકત્ર કરતા હતા.જે બાબતે ગામની દૂધ મંડળી ચેરમેન સહિત આગેવાનોએ જિલ્લા રજીસ્ટ્રાર કચેરી,કલેકટર તથા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. આખરે જિલ્લા રજીસ્ટ્રાર કચેરી પુન: રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા રજીસ્ટ્રારે કેશવપુરા દૂધ મંડળી અનેએપીએમસીના સંચાલકોને નોટીસ પાઠવીને તાત્કાલિક દૂધ લેવાનું બંધ કરવા હુકમ કર્યો હતો.તેમ છતાં મંડળી ચાલુ રાખવામાં આવશે તેની જવાબદારી સંચાલકોની રહેશે તેમ જણાવ્યું હતું.

ઉચ્ચકક્ષાએ રજૂઆત પણ કરાઈ

અન્ય સમાચારો પણ છે...