કરમસદ પાલિકાએ 84 સફાઇ કામદારોને છૂટા કરી પોલીસમાં અરજી કરતાં હોબાળો

છૂટા કરાયેલા કર્મીઓ પાલિકા કર્મીઓને ધમકાવે છે : પાલિકા ઉ.પ્રમુખ કોન્ટ્રાકટ બેઝ પરના 140 કામદારોએ પગાર...

DivyaBhaskar News Network | Updated - Jan 13, 2019, 02:02 AM
Anand News - karamdas municipality has cleared 84 cleanup workers and appealed to the police 020157
કરમસદ પાલિકામાં વર્ષોથી કોન્ટ્રાકટ બેઝ પર ફરજ બજાવતાં 140 સફાઇ કામદારોએ સપ્તાહ અગાઉ પગાર વધારો માગતાં સત્તાધીશો દ્વારા શનિવારે કોન્ટ્રાકટ પૂરો થઇ ગયો હોવાનું જણાવીને 84ને છુટા કરવામાં આવ્યા છે. તો બીજીબાજુ ફરજ બજાવતા પાલિકા સફાઇ કર્મીઓને છૂટા કરાયેલા કામદારો ધમકી અાપતા હોવાની પાલિકા પ્રમુખે પોલીસને અરજી આપતા હોબાળો મચી ગયો હતો. આ બાબતે ક્લેક્ટરને રજૂઆત અાપી ન્યાયની માંગ કરવામાં આવી છે. જ્યારે એકસાથે આટલા બધા સફાઇકર્મીઓને છૂટા કરી દેવતા ગામમાં સફાઇ કામ રઝળ્યું છે.

કરમસદ પાલિકાના મનસ્વી વલણને લઇ સફાઇ કામદાર સુરેશભાઇ જણાવ્યું કે, તમામ સફાઇ કામદારો શિવ કોન્ટ્રાકટર એજન્સી હેઠળ પાલિકામાં કામ કરતાં હતા. પગાર મુદ્દે કેટલાંક સફાઇ કામદારો પાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી.પરંતુ તેઓએ પણ સંતોષકારક જવાબ ન આપતા જિલ્લા કલેકટર દિલીપ રાણાને લેખિત રજૂઆત કરીને ન્યાયની માંગણી કરી હતી.

સફાઇકામદારોએ કલેકટરને રજૂઆત કરીને ન્યાયની માંગ કરી

શનિવારે રાત્રે પોલીસ મથકમાં સફાઇ કર્મીઓ ઉમટ્યા.

કોન્ટ્રાકટ બેઝના સફાઇ કર્મીઓની જવાબદારી પાલિકાની નથી

કરમસદ પાલિકાના ઉપપ્રમુખ નિલેશ પટેલે જણાવ્યું હતું કે, સફાઇ કામદારો એક કોન્ટ્રાકટ કંપનીના નેજા હેઠળ કામ કરતાં હતા.તેમાં પાલિકાને કોઇ લેવાદેવા નથી ,પગાર વધારાની જવાબદારી કોન્ટ્રાકટરની હોય છે. તેમ છતાં કોન્ટ્રાકટ બેઝ પર કામ કરતાં સફાઇ કર્મી દ્વારા પાલિકાના સફાઇ કામદારોને ધમકાવે છે. જે અંગે પોલીસમાં અરજી પણ આપવામાં આવી છે. પોલીસ દ્વારા ઘટતું કરી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.

X
Anand News - karamdas municipality has cleared 84 cleanup workers and appealed to the police 020157
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App