તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૂળ બિહારના અને ભાટીયા રેલવે સ્ટેશને ગેંગમેન તરીકે નોકરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મૂળ બિહારના અને ભાટીયા રેલવે સ્ટેશને ગેંગમેન તરીકે નોકરી કરતા મોહમ્મદ મુસ્તુફા આલમ તા. 16ના રોજ રાત્રે અમદાવાદથી સોમનાથ જતી ટ્રેનમાં પત્ની સાઇન પરવીન સાથે જતા હતા. ત્યારે દિવ્યાંગ કોચમાં સાથે એક શખ્સ મુસાફરી કરતો હતો. જેમાં થાન સ્ટેશન આવતા દંપતીની આંખ લાગી ગઇ હતી.

જયારે થાન રેલવે સ્ટેશનેથી ટ્રેન ઉપડતા સાથે બેઠેલો શખ્સ મહલાવું પર્સ લઇને ઉતરી ગયો હતો. ટ્રેન થોડે આગળ જતા મોહમ્મદ મુસ્તુફા જાગતા પર્સ ચોરી થયાનું અને પેલો દિવ્યાંગ વ્યકિત ન હોવાની જાણ થઇ હતી. આથી આ અંગે ટ્રેન વાંકાનેર પહોંચતા ટ્રેનની એસ્કોર્ટીંગ પાર્ટીને માહિતી આપતા તેઓએ તુરંત જ થાન રેલવે સ્ટેશને ફરજ પરના આરપીએફ ટીમના જે.ડી.યાદવ, ડી.કે.ડામોર સહિતનાઓને જાણ કરી હતી.

આરપીએફ ટીમે તપાસ કરતા એક દિવ્યાંગ વ્યકિત પેન્ટના નેફામાં મહિલા પર્સ છુપાવીને જતો હોવાનું ધ્યાને આવતા તેની ચકાસણી કરાઇ હતી. જેમાં આણંદના બોરસદ તાલુકાના બોચાસણનો મનુભાઇ સોમાભાઇ પરમારે પર્સ ચોર્યુ હોવાનું કબૂલ્યુ હતુ. પર્સમાં રહેલ રૂપિયા 20,700 રોકડા, બે વીંટી કિંમત રૂપિયા 15 હજાર સહિત ઝડપાયેલા શખ્સને જીઆરપીના હવાલે કરાયો હતો. આ અંગે ગુનો નોંધી વધુ તપાસ આર.એમ.પનારીયા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...