તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રથમ દાવમાં મધ્યપ્રદેશની ટીમ સામે ઝારખંડની ટીમની 91 રનની સરસાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદના લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે રમાતી અન્ડર-16 વિજય મરચન્ટ ટ્રોફીની બીજી સેમિફાઈનલમાં મધ્યપ્રદેશની ટીમ સામે ઝારખંડની ટીમે પ્રથમ દાવમાં 91 રનની સરસાઇ મેળવી પોતાની પકડ મજબૂત કરી છે.

ઝારખંડની ટીમે મેચના બીજા દિવસે પોતાના સ્કોર 48 રનથી આગળ રમવાનું શરૂ કર્યુ હતું.કેપ્તન આર્યન હૂડા 76 રનનાં સ્કોર પર આઉટ થયો હતો.ત્યારબાદ ઝારખંડની ટીમના બેટસમેનન કુશાગ્રએ એક છેડો સાચવી રાખી રાજનદીપ (44) સાથે 69 રનની ભાગીદારી કરી હતી. અંતિમ સત્રમાં હિમાંશુ રાણાએ આકર્ષક બેટિંગ કરતા શતક ફટકારી હતી. દિવસના અંતે હિમાંશુ 211 બોલમાં 121 રનના સ્કોરે રમતમાં છે. વિકેટકીપર બેટસમેનન કુમાર કુશાગ્રના 103 રન સાથે ઝારખંડે દિવસના અંતે 6 વિકેટે 327 રન નોંધાવ્યા છે.અને મધ્યપ્રદેશની ટીમના 236 રનથી 91 રન આગળ છે.

નડિયાદમાં વિજય મર્ચન્ટ ટ્રોફિનો બીજો દિવસ
નડિયાદના ક્રિકેટ ગ્રાઉન્ડ પર શનિવારથી વિજય મર્ચન્ટ ટ્રોફિ અન્ડર 16ની સેમિફાઇનલ મેચ ઉત્તરપ્રદેશ-હરિયાણા વચ્ચે રમાઇ રહી છે. ઉત્તરપ્રદેશે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. મેચના બીજા દિવસે હરિયાણા 480 રનમાં ઓલઆઉટ થઇ હતી. ખેડા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસો. સંચાલિત નડિયાદના ક્રિકેટ ગ્રાઉન્ડ પર વિજય મર્ચન્ટ ટ્રોફિ અન્ડર 16ની સેમિફાઇનલ મેચનો પ્રારંભ થયો હતો. હરિયાણાએ પ્રથમ દિવસે જ 3 વિકેટ ગુમાવી કુલ 267 રન બનાવ્યાં હતાં. બીજા દિવસે 480 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. હરિયાણા તરફથી યુવરાજસીંગે 134 રન, પાર્થ વત્સ 125 રન, નીશાંત સીંધુ 52 રન મહત્વના રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...