તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોરસદમાં લકી ડ્રો અને બચત ખાતાના નામે લાખોનું ફૂલેકુ ફેરવી જ્વેલર્સ ફરાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરસદમાં રહેતો એક ઈસમ શહેરના લોકો પાસેથી લકી ડ્રો અને બચત સ્કિમના નામે કરોડો રૂપિયા ઉઘરાવી ફરાર થઇ જતા રોકાણકારોના શ્વાસ અધ્ધર થઇ ગયા છે. રોકાણકારો દ્વારા અનેક તપાસ કરવા છતા આ શખ્સ મળી ના આવતા છેવટે બોરસદ પોલીસ સ્ટેશને સામુહિક રજુઆત કરી કાયદેસર કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

મૂળ બંગાળના અને હાલ બોરસદ શહેરના વાવડી મહોલ્લામાં રહેતા શેખ મુખ્તયાર નામના ઈસમ દ્વારા વાવડી મહોલ્લા જુના સંઘ પાસે મદની જવેલર્સ નામની દુકાન કરી હતી અને સોના ચાંદીના ઘરેણાંનું વેચાણ કરતો હતો. તેણે હપ્તા સિસ્ટમથી સોના અને ચાંદીના ઘરેણાં લોકોને આપવાની શરૂઆત કરી હતી અને એક સ્કીમ મુજબ અમુક ચોક્કસ રકમ મહિનામાં જમા કરાવ્યા બાદ સોના અને ચાંદીના ઘરેણાં આપવામાં આવતા હતા. છેલ્લા 15 વર્ષથી શેખ મુખ્તિયાર બોરસદમાં જ રહેતો હતો અને અહીંયા ધંધો કરતો હોઈ તેની સારી એવી છાપ ઉભી થઈ હતી અને બજારમાં પણ તેણે છાપ ઉભી કરી હતી. જેને લઈ લોકોમાં વિશ્વાસપાત્ર બન્યો હતો. થોડા સમય અગાઉ શેખ મુખત્યાર દ્વારા મદની એકતા બચત ખાતા નામની સ્કિમ શરૂ કરવામાં આવી હતી. જેમાં 100,200,300,400,500 રૂપિયાની અલગ અલગ સ્કીમોની ચોપડીઓ આપવામાં આવતી હતી. જે નમ્બરને ..અનુસંધાન 3 પર

પોલીસે નાણાં ગુમાવનારાઓનું લિસ્ટ માગ્યું
મદની એકતા બચત ખાતામાં રૂપિયા ગુમાવનારા રોકાણકારો જયારે પોલીસ મથકે ફરિયાદ કરવા ગયા ત્યારે પોલીસે કેટલાં લોકોએ નાણાં ગુમાવ્યા છે તેની પૂરી વિગતો માંગી હતી. જેને લઈ છોકરાઓએ એક ચોપડામાં રોકાણકારોના પૂરા નામ અને ખાતા નંબર સહિતની વિગતો ભેગી કરવાની શરૂઆત કરી છે. અને આવતીકાલે પોલીસને માહિતી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...