જલારામબાપા વિશ્રામ ટ્રસ્ટ કરમસદમાં સંગીત સંધ્યા યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | કરમસદમાં જલારામબાપા વિશ્રામ ટ્રસ્ટ સંચાલિત વડીલોના વિસામામાં રહેતા વડીલોને સંગીતરસમાં તરબોળ કરવા ઇનાબેન પરીખ દ્વારા બેનાબેન બ્રહ્મભટ્ટ તથા મીનાબેન દરજી, સી. કે. રાણા, ભરતભાઈ મહેતા, ક્રિષ્ના બ્રહ્મભટ્ટ દ્વારા સુંદર આયોજન કરાયું હતુ઼. ખૂબ મજા આવે એવા ગીતોની રમઝટ થતાં અમારા વડીલો પોતાના જીવનની સમસ્યા ભૂલીને ખૂબ જ આનંદમાં ઝૂમી ઉઠ્યા, વડીલો પણ સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા, જીવનના 20 વર્ષ પાછા નાના થઇ ગયા હોય તેવું વાતાવરણ થઇ ગયું હતું.