તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી ઝાપટાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેર સહિત જિલ્લામાં ત્રીજા દિવસે પણ બપોર બાદ વાતાવરણમાં ફરી અેકા એક પલટો આવતાં હળવાથી મધ્યમ વરસાદી ઝાંપટાનો દૌર યથાવત રહ્યો હતો. આમ શુક્રવારે આણંદમાં 4 મીમી, ખંભાત, સોજીત્રા,આંકલાવમાં 2 મીમી, જ્યારે પેટલાદમાં 4 મીમી, ઉમરેઠમાં 3 મીમી, તારાપુરમાં 4 મીમી, બોરસદમાં 5મીમી વરસાદ પડ્યો હતો.

આણંદ પંથકમાં ચાલુ વર્ષે 125 ટકાથી વધુ વરસાદ વરસી ચુકયો છે.અને હાલ ખેતરોમાં ડાંગર,બાજરી અનેશાકબાજીના પાક તૈયારછે.ત્યારે સતત વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોમાં પાક નિષ્ફળ જવાની ભીતી વર્તાઇ રહી છે. ત્યારે સૌ કોઇ હવે મેઘરાજા ખમૈયા કરે તો આગળના કામો થઇ શકે. તો બીજી તરફ પંથકમાં સતત વરસાદી માહોલ રહેતાં નવરાત્રીમાં ગરબે ઘુમવા થનગની રહેલું યુવાધનમાં પણ મેઘરાજા પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે. આમ સૌ કોઇ ઇચ્છી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...