તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સીલ કરાયેલા ભઠ્ઠામાંથી 22 લાખ ઇંટો સગેવગે થયાનું તપાસમાં ખૂલ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરસદ તાલુકામાં પાંચ માસ અગાઉ મામલતદાર ટીમે દરોડો પાડી વગર પરમિશને ચાલતા ત્રણ ઇંટોના ભઠ્ઠા સીલ કર્યા હતાં. બે દિવસ અગાઉ પ્રાંત અધિકારીએ સીલ કરેલા ભઠ્ઠાની મુલાકાત લેતાં એક ભઠ્ઠામાંથી 22 લાખ ઇંટો તથા બીજા ભઠ્ઠામાંથી 2 લાખ જેટલી ઇંટો ગાયબ થઇ જતાં પ્રાંત અધિકારીએ મામલતદારને રિપોર્ટ કરતાં તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ગત જુલાઈ 2018માં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના આદેશ મુજબ બોરસદ મામલતદારની ટીમ દ્વારા બોરસદ તાલુકામાં ધમધમતા ઈંટભઠ્ઠાઓ પર તપાસ કરવામાં આવી હતી જેમાં 18 જેટલા ઈંટભઠ્ઠા પરવાનગી અને નીતિ નિયમો વગર ચલાવવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું જેને લઇ મામલતદારની ટીમ દ્વારા 1981 મુજબની કાર્યવાહી કરી તમામ 18 ભઠ્ઠાને સીલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ ભઠ્ઠાના માલિકો દ્વારા અરજીઓ- પરવાનગીઓ અને દંડ ભરીને સીલ ખોલાવવામાં આવ્યો હતો જયારે 3 જેટલા ભઠ્ઠાના માલિકો દ્વારા કોઈ જ કાર્યવાહી કરી ન હતી આ ત્રણ ભઠ્ઠાને ઈંટોના જથ્થા સાથે સીલ કરવામાં આવ્યા હતા જેમાં 1 - ઇન્ડિયન બ્રિક્સ -વિરસદ 22 લાખ ઈંટો સાથે તારીખ 06/07/2018ના રોજ સીલ કરેલ, 2 - જગદંબા બ્રિક્સ -વાલવોડ 10 લાખ ઈંટો સાથે તારીખ 02/07/2018ના રોજ સીલ કરવામાં આવેલ અને કમલ બ્રિક્સ - વાલવોડને 2 લાખ ઈંટો સાથે તારીખ 02/07/2018ના રોજ સીલ કરવામાં આવેલ હતો અને માલિકો દ્વારા તેના વિષે કોઈ કાર્યવાહી નહિ કરતા સીલ ખોલવામાં પણ ન હતા આવ્યા ત્યારે બે દિવસ અગાઉ પ્રાંત અધિકારીની સૂચનાથી બોરસદ મામલતદાર કચેરીની બે ટીમો દ્વારા સીલ કરાયેલા ભઠ્ઠાની ઓચિંતી તપાસ કરવામાં આવી હતી જેમાં ઈંટભઠ્ઠાઓને સીલ હોવા છતાં ભઠ્ઠામાંથી ઈંટો ચોરી થઇ હોવાનું જણાઈ આવ્યું હતું જેમાં ઇન્ડિયન બ્રિક્સમાં 22 લાખ અને કમલ બ્રિક્સમાં 2 લાખ ઈંટો સગેવગે થઇ જતાં ચકચાર મચી છે.

પાંચ માસ અગાઉ બોરસદમાંથી કુલ 18 ભઠ્ઠા સીલ કરવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...