Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કૃષિ યુનિ.માં ઈન્ટર કોલેજ એથ્લેટીકસ મીટ રદ કરાઇ
આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગામી 15મી અને 16મી માર્ચના રોજ ઈન્ટર કોલેજ એથ્લેટીક્સ મીટ યોજાવવાની હતી. જે કોરોના વાયરસને કારણે રદૃ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસને લઈને હાહાકર મચી ગયો છે ત્યારે સરકાર દ્વારા મોટી સંખ્યામાં લોકોએ એકઠાં થવું નહીં તેવી એડવાઈઝરી બહાર પાડી છે. બીજી તરફ આગામી 15મી અને 16મી માર્ચના રોજ આણંદ કૃષિ યુનિવર્સિટીની શેઠ એમ.સી. કોલેજ ઓફ ડેરી સાયન્સ, આણંદ દ્વારા ઈન્ટર કોલેજ એથ્લેટીક્સ મીટ 2019-20નું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે વાઈસ ચાન્સેલર આર.વી. વ્યાસે જણાવ્યું હતું કે, આણંદ ઉપરાંત, વસો અને જંબુગામની મળી કુલ 16 કોલેજના 300 વિદ્યાર્થીઓ ભેગા થવાના હતા. પરંતુ કોરાના વાયરસના ભયને પગલે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા સમગ્ર કાર્યક્રમને મોકુફ રખાયો છે.
કોરોના ઇફેક્ટના પગલે નિર્ણય લેવાયો
15 અને16મી માર્ચે મીટ યોજાવાની હતી