તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાઇએલર્ટના પગલે ચરોતરમાં સઘન ચેકિંગ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભારતીય વાયુ સેનાએ આંતકવાદીઓના બંકરોને ઉડાવી દીધા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે વધુ તણાવ ઉભો થયો છે. ત્યારે સરકાર દ્વારા રાજ્યમાં હાઇએલર્ટ જાહેર કરાયું છે. જેના પગલે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા રાત્રીના સમયે અસમાજીક તત્વો અને શંકાસ્પદ પ્રવૃતિઓ રોકવા માટે જિલ્લાને જોડતા તમામ નાકાઓ તથા આણંદ શહેરને જોડતી મુખ્ય ચોકડીઓ ઉપર સઘન બંદોબસ્ત ગોઠવીને રાત્રીના સમયે પસાર થતાં તમામ વાહનોની તપાસ હાથ ધરવામાં આવી છે. તો ખેડા જિલ્લા પોલીસ દ્વારા હાલની સ્થિતીને પગલે મહત્વના સ્થાનો ઉપર ચુસ્ત પોલીસ પહેરો રાખવામાં આવી રહ્યો છે.

ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક હુમલાને પગલે ખંભાતના દરિયા કિનારાને લઈને હાઇએલર્ટના આદેશ મળ્યા હતા.જેના પગલે આણંદ જિલ્લાના એસ.પી સહિત પોલીસ જવાનો દ્વારા દરિયાઈ પટ્ટી વિસ્તારમાં મુલાકાત લઈ રહેવાસી તેમજ દરિયો ખેડતા માછીમારો સાથે મિટિંગ કરી હતી.જે દરમિયાન પોલીસ તંત્ર દ્વારા તેઓને કોઈપણ અજાણી બોટ કે અજાણી વ્યક્તિ, શંકાસ્પદ હિલચાલ દેખાય તો પોલીસ તંત્રને જાણ કરવા સૂચના આપવામાં આવી હતી.તેમજ ખંભાત તાલુકાના ધુવારણ, રાલેજ, વડગામ દરિયા કિનારે પૂરતી સુરક્ષાઓ ટીમો તૈનાત કરવામાં આવી છે.તેમજ હાઇએલર્ટના પગલે ખંભાતના દરિયા કિનારે પી.આઇ-જી.એલ.પાટીલ, એસ.આર.પી અને પોલીસ જવાનો દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

માછીમારોને સજાગ કર્યા : જો કોઈ અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો પોલીસને જાણ કરો
નડિયાદ શહેરમાં બુધવારે ડોગ સ્કવોડની ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સિવિલ હોસ્પિટલ બિલ્ડીંગ ઉપરાંત પરિસરમાં પણ સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ડોગ સ્કવોડની ટીમ દ્વારા ચેકિંગને પગલે ત્યાં હાજર દર્દીઓ અને તેમના સગામાં ભારે કુતુહલ સર્જાયું હતું. સિવિલ ઉપરાંત શહેરના એક મોલ અને સિનેમા હોલની પણ તપાસ કરવામાં આવી હતી. તેમજ આણંદ શહેરમાં પ્રવેશતા વાહનોની વિવિધ ચોકડીઓ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી હતી.

આતંકી હુમલા માટે થર્મલ સોફ્ટ ટાર્ગેટ : સુરક્ષા વધી
સરહદી ચેકપોસ્ટ પર બાજનજર
સેવાલીયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.પી.સોલંકી અને તેમની ટીમે સઘન વાહન ચેકીંગ હાથ ધર્યું હતું. સેવાલીયા પોલીસ દ્વારા વણાકબોરી ડેમ તેમજ રાજ્યના સૌથી મોટા વિજમથક થર્મલ પાવર સ્ટેશન કે જેમાં વિજઉત્પાદન કરવા માટે કુલ 8 યુનિટ બનાવવામાં આવેલા છે. તે થર્મલ આતંકી હુમલા માટે સોફ્ટટાર્ગેટ હોવાથી પોલીસ વિભાગ દ્વારા સઘન વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ઠેરઠેર નાકાબંધી તેમજ ચેકીંગ ચાલી રહ્યા છે, તેમ સેવાલીયા પોલીસ પણ બે રાજ્યો તેમજ ત્રણ જિલ્લાને જોડતી આ સરહદી ચેકપોસ્ટ ઉપર કોઈ સંવેદનશીલ વસ્તુઓ પ્રવેશના કરી જાય તે હેતુ પોલીસ સતર્ક બની હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો