તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શનિવારે રાત્રે 11.45 વાગ્યે બનેલા બનાવ સંદર્ભે ઈજાગ્રસ્ત યુવક મૈત્રીક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શનિવારે રાત્રે 11.45 વાગ્યે બનેલા બનાવ સંદર્ભે ઈજાગ્રસ્ત યુવક મૈત્રીક પટેલે વાત કરતાં જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે નવ કલાકે હું મારો મિત્ર વીકો રાવલ, જીમી ભાટીયા, તેમજ શશાંક રાજેશ ભાટીયા સાથે નવા બસ સ્ટેન્ડ પાસે મળ્યો હતો. એ સમયે તેમણે વાત કરી હતી કે, શુક્રવારે આપણા મિત્ર ચીમન પ્રજાપતિનો મોબાઈલ ફોન પંકજ વડાપાઉવાળાના ભાઈ લઈ ગયો હતો. જે ચીમન પ્રજાપતિને પાછો આપી દીધો હતો. જેને પગલે રાત્રિના સાડા દસ વાગ્યે હું તથા મારો મિત્ર શશાંક ભાટીયા એક્ટીવા લઈ આણંદ શહેરની સી.પી. કોલેજ ચોકડી પાસે આવેલી બાપુ ટી સ્ટોલ તથા બાજુમાં વડાપાઉની લારી ધરાવતા પંકજ ખુમાનજીની લારી પર પહોંચ્યા હતા. એ સમયે પંકજનો ભાઈ નિલેશ તેમજ તેના પિતા ખુમાનજી હાજર હતા. નિલેશ વડાપાઉ બનાવતો હતો અને ત્યાં પકંજ હતો નહીં. શશાંકે નિલેશન પૂછ્યું હતું કે, ચીમન પ્રજાપતિનો મોબાઈલ લઈ પાછો આપ્યો હતો તેમાં શું વાત છે તેવું પૂછતાં નિલેશ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે વડાપાઉં કાપવાની છરીના ઘા શશાંક ભાટીયાની છાતીમા મારી દેતાં તે લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યો હતો. હું મિત્રને છોડાવવા વચ્ચે પડતાં નિલેશ તેમજ તેના પિતા અને અન્ય બે અજાણ્યા શખ્સોએ મને માર માર્યો હતો. નિલેશે મારી છાતીમાં, મારા જમણા પગના સાથળમાં અને સાથળનાં પાછળના ભાગે ઘા મારી દીધી હતી. શશાંકને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મેં મારા મોટાભાઈ નીલને ફોન કરીને બનાવની હકીકત જણાવતા તે તેમજ મારા પિતા કાર લઈને આવી પહોંચ્યા હતા અને તેમણે અમને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...