જિલ્લામાં RTE પ્રવેશ પ્રક્રિયાની મુદતમાં વધારો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ જિલ્લામાં આવેલી ખાનગી 221 શાળાઓમાં આરટીઇ હેઠળ પ્રવેશ આપવાની કાર્યવાહીની મુદ્દતમાં 15મી મે સુધીમાં શિક્ષણ વિભાગ દ્વારા વધારો કરાયો છે. ત્યારે પ્રથમ રાઉન્ડમાં માત્ર 1201 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શાળામાં ડોક્યુમેન્ટ જમા કરાયેલ છે. 1427 જેટલા બાકી રહેલા વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ જમા કરાવ્યા બાદ બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવનાર છે.

જિલ્લાભરમાં વાલીઓએ પોતાના સંતાનોને આરટીઇ હેઠળ પ્રવેશ મેળવવાની પ્રક્રિયામાં જોતરાયા છે. આણંદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા 2638 વિદ્યાર્થીઓના ઓનલાઇન ફોર્મને મંજુર રાખવામાં આવ્યાં છે. જેમને મોબાઇલ ફોનમાં મેસેજ કર્ન્ફમ કરી શાળાઓમાં પ્રવેશ મેળવી લેવા સૂચનાઓ પણ અપાઈ હતી. વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટેની સોમવારે અંતિમ તાારીખ હતી. પરંતુ રજુઆતોના પગલે ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા શાળાઆે દ્વારા પ્રવેશ માટે વિદ્યાર્થીઓના ડોકયુમેન્ટ અપલોડ કરવાનુંકામ બાકી હોવાથી સમયગાળો તથા પ્રવેશ મેળવવાનો સમયગાળો 15મીએ સુધી લંબાવવામાં આવેલ છે. જે વિદ્યાર્થીઓએ આરટીઇ હેઠળ પ્રવેશ ફાળવેલ છે. તેવા વિદ્યાર્થીઓએ પણ પ્રવેશ મેળવવાનો બાકી હોય તેમણે પણ ફાળવેલ શાળામાં જરૂર ડોકયુમેન્ટ સાથે શાળા સમય દરમ્યાન પ્રવેશ મેળવી લેવા શિક્ષણ વિભાગ દ્વારા અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...