તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓવરબ્રિજ, CCTV કેમેરા, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, પાણીના નવા બોર સહિતનાં કામોનો સમાવેશ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ નગરપાલિકાનું 2019-20નું 75 લાખની પુરાંતવાળું રૂ. 116 કરોડનું બજેટ કોંગ્રેસના કાઉન્સિલરોના બહિષ્કાર અને બજેટની નકલોની હોળી કરવાના વિરોધ વચ્ચે બહુમતીથી મંજૂર થયુ હતું. આ બજેટમાં આણંદ શહેરમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, સોસાયટીઓમાં સીસીટીવી કેમેરા મુકવા, ઓવરબ્રીજ તથા ત્રણ નવા પાણીના બોર અને ટાંકીઓ, પંપીગ સ્ટેશન સહિતના અનેક નવા પ્રોજેકટોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ ગત વર્ષ વર્ષની સરખામણીમાં આ બજેટમાં 11કરોડનો ઘટાડો નોંધાયો છે.

આણંદ પાલિકાના સભાખંડમાં બુધવારે બપોરે 12 કલાકે પ્રમુખ કાંતિભાઈ ચાવડાએ બજેટ રજુ કર્યુ હતું. જેમાં ભાજપના કાઉન્સિલરો સહિત અપક્ષ કાઉન્સિલર બીપીનભાઈ પટેલ (વકીલ) હાજર રહ્યાં હતાં. જ્યારે કોંગ્રેસના કાઉન્સિલરોઅે બજેટનો બહિષ્કાર કર્યો હોવાથી તેમની ગેરહાજરીમાં કામગીરી શરૂ થઇ હતી.

પ્રમુખ કાંતિભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, બાકરોલ, લાંભવેલમાં પંપીગ સ્ટેશન માટે 45 કરોડ, ગોયા તળાવથી પંચાલ હોલ, સિદ્ધિ વિનાયક મંદિર થઇ કાનોડ તળાવ સુધી મેઇન સ્ટ્રોમ ડ્રેઇન લાઇન માટે 15 કરોડની ફાળવણી કરાઇ છે. 80 ફુટ રોડ પર ગટરલાઇન તથા બાકી રહેલી સોસાયટીઓમાં ગટર લાઇન નાખવા માટે 10 કરોડ, 3 નવીન પાણીની ટાંંકી અને લાઇન માટે 10 કરોડ અને 3 નવા બાગ બનાવવા માટે 1 કરોડની ફાળવણી કરાઇ છે. શહેરમાં રસ્તા, રબ્બર મોલ્ડ, પેવીગ બ્લોક, સ્ટ્રોમ વોટર સહિતના અંદાજે રૂ.28 કરોડની ફાળવણી કરાઇ છે. ..અનુસંધાન 3 પર

બગીચામાં વોકવે બનાવી મ્યુઝીક સીસ્ટમ, સ્પોટ્સ કોમ્પલેક્સ માટે ડીપીઆર મોકલાશે
આણંદ પાલિકાનું 116 કરોડનું બજેટ મંજૂર

કોંગ્રેસે બહિષ્કાર કર્યો, નકલોની હોળી કરી
વિરોધ : કોંગ્રેસી કાઉન્સિલરના વિસ્તારો પ્રત્યે ઉપેક્ષા રખાતી હોવાનો શાસક સામે આક્ષેપ કરાયો
આણંદ પાલિકા સભાગૃહ બહાર બુધવારે બપોરે વિપક્ષી કાઉન્સીલરોએ બજેટનો બહિષ્કાર કરી હોળી કરી હતી.

અદ્યતન કતલખાનું બે વર્ષથી બજેટમાં હોવા છતાં બનતુઁં નથી
બજેટમાં અદ્યતન કતલખાનુ બનાવવા માટે બે કરોડની ફાળવણી કરાઇ છે. બે વર્ષથી કામ થતું ન હોવાનું વિપક્ષના નેતા ઇદ્રીશભાઈ વ્હોરાએ કહ્યું હતું. પ્રમુખે કતલખાનુ બનાવવાની મંજૂરી અપાઇ હતી.

ટાઉનહોલની સામેથી ગોયા તળાવ સુધી ઓવરબ્રિજ બનશે
આણંદ ટાઉનહોલ સામે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી બેઠક મંદિરથી નાના-મોટા ગોયા તળાવ પરથી ઓવરબ્રીજ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે ડીપીઆર મોકલવામાં આવશે.

તમામ કાઉન્સિલરોને 1-1 લાખની ફાળવણી
પાલિકાના 52 કાઉન્સિલરોને એક લાખની ફાળવણી કરાઇ છે. આમ રૂ.52 લાખ અપાશે. જેથી તેમના વિસ્તારના વિવિધ વિકાસના કામો કરવા નાણાં વાપરી શકશે.

આણંદ પાલિકાના કોંગ્રેસના તમામ કાઉન્સિલરો બજેટની બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. બાદમાં નગરપાલિકા સંકુલના મુખ્ય દ્વાર પાસે બજેટની નકલોની હોળી કરી હતી. બાદમાં કોંગ્રેસના કાઉન્સિલરોના વિસ્તારો પ્રત્યે ઉપેેક્ષા કરાતી હોવાનો શાસક ભાજપ પક્ષ પર આરોપ મૂકયો હતો. રસ્તા, પાણી, ગટર સહિત અનેક કામો થતા નથી. કોન્ટ્રાકટરો કામ કરતા નથી તેવી ફરિયાદો ચીફ ઓફિસર આર.પી.જોષીને કરી હતી. જૈન દેરાસર પાસેના બિલ્ડીંગ પ્રકરણમાં ફરિયાદ થઇ હતી. તે કર્મચારી સામે પગલાં લેવાની માંગણી કરી હતી. આ ઉપરાંત ભાજપનું શાસન ભ્રષ્ટાચારી હોવાનો કોંગ્રેસના કાઉન્સિલર ઇદ્રીશ વ્હોરા, અલ્પેશ પઢિયાર અને કેતન બારોટે આક્ષેપો કર્યા હતા. બાદમાં આવેદનપત્ર આપ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો