તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદમાં તમાકુનો પાક કાપી નાખતાં ફરિયાદ નોંધાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ તાલુકાના વડોદ ગામ સ્થિત કાભઈપુરામાં નગીનભાઈ ઉર્ફે કાભઈભાઈ તળપદા રહે છે. તેમની વડોદ બીલીયાપુરા સીમમાં ગીરો રાખેલી જમીનમાં તમાકુનો પાક કર્યો છે. જેમાં રવિવારે વડોદ કાભઈપુરામાં રહેતો પીન્ટુ ઉર્ફે સંદીપ ગોકળ ભોઈ અને જપો કનુ વાઘેલાએ કોઈ કારણોસર તમાકુના 350 જેટલા છોડ કાપી નાંખી રૂા. 25 હજાર જેટલું નુકસાન કર્યું હતું. જેની જાણ ખેતર માલિક નગીનભાઈ ઉર્ફે ડાભઈભાઈને થતાં તેઓ પહોંચી ગયા હતા અને ઠપકો આપતા તેઓએ તેમને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. આ બનાવ અંગે વાસદ પોલીસે નગીનભાઈની ફરિયાદના આધારે પિન્ટુ ઉર્ફે સંદીપ ભોઈ અને જપો વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધી ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો