તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Anand News In The Name Of Investing In The Stock Market Anand39s Youth Will Get Rs 2188 Lakhs Recovered 060035

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરબજારમાં રોકાણના નામે આણંદના યુવક પાસેથી રૂ. 21.88 લાખ પડાવ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ શહેરના લોટીયા ભાગોળ નજીક ગોપાલ સોસાયટીમાં મહેશકુમાર દરબાર પરિવાર સાથે રહે છે. તેઓ જનમંગલ ઓફિસમાં નોકરી કરે છે. મહેશકુમારને 3 વર્ષ અગાઉ શેરબજારનો ધંધો પણ કરતાં હતા. તેઓ મારવાડી શેર ફાઇનાન્સમાં ડિબેટ ખાતું ધરવાતા હતા. તે સમયમાં જ મધ્યપ્રદેશના ઇન્દોર આર.વી. ફાઇનાન્સના સુમન વર્માના કહેવાથી મહેશ દરબારે મુંબઇ એન્જલ બ્રોકિંગમાં 3 વર્ષ પહેલા શેરબજાર ખાતા ખોલાવ્યા હતા. તે વખતે આર.વી. ફાઇનાન્સ ઇન્દોરના સુમન વર્માએ મહેશકુમારને ફોન કરીને જણાવેલ કે, જો તમે શેરબજારમાં તમારું રોકાણ કરતા હોય તો અમે તમને સારા શેરોમાં રોકાણ કરવા માટેની સારી ટિપ્સ આપવાની સાથે તમે અમારા કહ્યા મુજબના નાણાં અમારા ખાતામાં જમા કરાવશો તો અમે તમારા તરફથી સારા શેરોમાં રોકાણ કરીને તમને સારો એવો ફાયદો કરાવી આપીશું. જેથી મહેશકુમારને કંપની પોલીસી મુજબ દર માસે રૂ. 5 હજાર આર.વી. ફાઇનાન્સ કંપની ઈન્દોરના ખાતામાં જમા કરાવવાનું કહી વિશ્વાસમાં લઈને શેરબજારમાં કામકાજ કરવા માટે તૈયાર કર્યા હતા. અને કંપનીના શેરોમાં રોકાણ કરવાનું કામકાજ જણાવ્યું હતું. આમ તેઓ અવારનવાર ખાતામાં અલગ અલગ દિવસે જુદી જુદી વ્યક્તિના ખાતામાં એક હપ્તામાં રૂ. 3 લાખ મળીને કુલે રૂા 21.88 લાખ જમાં કરાવ્યા હતા. આ નાણા જમા કરાવ્યા બાદ ઘણા સમય સુધી મહેશકુમારે રાહ જોવા છતાં તેઓને તેઓએ રોકેલા નાણાનું કોઈ જ વળતર મળ્યું ન હતું.

મહેશકુમારે આર.વી. ફાઇનાન્સ ઇન્દોરના સુમન વર્મા સહિતના લોકો પાસે પોતાના નાણાની પરત માંગણી કરી હતી. પરંતુ આ ઠગ ટોળકી કોઈ જવાબ આપતા ન હતા. જેથી મહેશકુમારે શનિવારે રાત્રે આણંદ શહેર પોલીસ મથકે સમગ્ર હકીકત જણાવતા પોલીસે રિસર્ચ વાયા ફાઇનાન્સિયલના ભાગીદારો, શંકર માધવાણી, પુષ્પરાજ જૈન, દીપક કપૂર, દિલીપ નાનકાણી, અંકિતા વર્મા ઉર્ફે સુમન વર્મા (તમામ રહે. સાંઈરામ પ્લાઝા મંગલનગર પટેલ મોટર્સ એબી રોડની સામે ટેલીફોન નગર ઇન્દોર મધ્ય પ્રદેશ) વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહેશકુમારે જુદા જુદા ખાતામાં 21.88 લાખ ભર્યા
મહેશકુમાર દરબારે આર.વી. ફાઇનાન્સ ઇન્દોરના ખાતામાં હપ્તે હપ્તે રૂ. 11.60 લાખ, તેમજ શંકર માધવાણીના બેંક ઓફ બરોડાના ખાતામાં 2 હપ્તામાં 1.93 લાખ, દિપક કપૂરના બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાં 1 હપ્તામાં રૂ. 40 હજાર, પુષ્પરાજ જૈનના બેંક ઓફ બરોડાના ખાતામાં 3 હપ્તામાં રૂ. 4.95 લાખ, દિલીપ નાનકાણીના બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાં 1 હપ્તામાં રૂ. 3 લાખ મળી કુલ રૂ. 21.88 લાખ જમા કરાવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser