ખંભાતમાં ‘પટેલ મારે અેન્ટ્રી’ ગીત બાબતે દરબારો પટેલો વચ્ચે ધિંગાણું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાતના નાનાકલોદરા ગામે સોમવાર રાત્રે પટેલ પરિવારના યુવકનો વરધોડો નીકળ્યો હતો.ત્યારે મંગળફળિયા પાસે બેન્ડવાજાવાળા વારંવાર પટેલ મારે એન્ટ્રી,ડોલે આખી કન્ટ્રી ગીત વગાડતા હતા.યુવકો તે ગીત પર ડાન્સ કરીને કીકીયારો પાડતા હતા.જેથી દરબાર જ્ઞાતિના યુવકોએ અહીં આ ગીત નહીં વગાડવા જણાવતા બંને જ્ઞાતિના યુવકો વચ્ચે બોલાચાલી થતાં ટોળાએ સામસામે પથ્થરમારો કરીને મકાનનોમાં ઘુસીને તોડફોડ કરીને વાહનોને નુકશાન પહોંચાડ્ય હતા.જેમાં બે મહિલાઓને ઇજાઓ થઇ હતી પોલીસે મંગળવારના રોજ સાત વ્યકિતઓની ધરપકડ કરી હતી.

નાના કલોદરા ગામનાં અંકિત પટેલનો વરઘોડો 12.30 વાગ્યાના અરસા વરઘોડો મંગળફળિયા પાસે પસાર થઇ રહ્યો હતો.ત્યારે પટેલ મારે એન્ટ્રી અને ડોલે આખી કન્ટ્રી ગીત વાગતું હતું.જેથી મંગળફળિયામાં રહેતા વિજયભાઇ ચાવડા સહિત તેમના મિત્ર પુનમભાઇ ચાવડા અને જયદીપભાઇ સોલંકી તમે આ ગીત અહીં ના વગાડો આગળ જઇને વગાડો તેમ કહેતા બંને જ્ઞાતિના યુવકો વચ્ચે બોલાચાલી થઇ હતી. મામલો બિચકતા બંને કોમના ટોલાએ પથ્થરમારો શરૂ કરી દેતા નાસભાગ મચી ગઇ હતી.ટોળાએ મંગલ ફળિયામાં ઘુસીને 13 જેટલા મકાનો અને 10 વાહનોમાં તોડફોટ મચાવીને ભારે નુકશાન પહોંચાડયું હતું. જો કે આ બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે દોડી જઇને મામલો થાળે પાડયો હતો.

અન્ય સમાચારો પણ છે...