તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લાની શાળાઓમાં 108, ફાયરબ્રિગેડની તાલીમ અપાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગાંધીનગર દ્વારા શાળા સલામતી સપ્તાહ- 2019 અંતર્ગત આણંદ જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે 23થી 27 સપ્ટેમ્બર સુધી 108 ના ડેમોંસ્ટ્રશન કમ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

શાળા સલામતી સપ્તાહ અંતર્ગત શાળાઓમાં તથા ઈન્ડસ્ટ્રીઓમા આવનારી વિકટ અને કટોકટીના સમયે ઓછા નુકશાન સાથે સ્વબચાવ અને 108 ઈમરજન્સી સેવા તથા ફાયર વિભાગનો ઉપયોગ તેના લાભો અને 108ને કેવી રીતે બોલાવવી તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત, 108 આવે ત્યાં સુધીમાં સ્થળ પર પ્રાથમિક સારવાર કેવી રીતે આપી શકાય અને 108 દ્વારા આપવામાં આવતી દરેક પ્રકારની સુવિધા વિશે અલગ અલગ સાધનો તથા મશીનો દ્વારા લાઈવ ડેમોંસ્ટ્રશન આપી વિદ્યાર્થીઓને તથા ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા કર્મચારીઓને માહિતી આપવામાં આવી હતી. જિલ્લાની GVK EMRI 108 સેવા અને નગર પાલિકાની ફાયર બિગ્રેડની ટીમે તેમની કામગીરી વિશે સમજ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...