તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચરોતર પંથકમાં વેસ્ટર્ન ડીસ્ટબર્ન્સથી વાતાવરણમાં પલ્ટો : ગરમીથી રાહત મળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલ માવઠાની કોઇ સંભાવના નથી : હવામાન
ચરોતરમાં સોમવારે સવારથી જ વાતાવરણ ગોરંભાયેલું હતું. જો કે, બપોર બાદ સૂર્યનારાયણના દર્શન થતાં ફરી ગરમીનું પ્રમાણ વધવા પામ્યું હતું.

રવિવારે 40.05 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું. સોમવારે તેમાં 1.05 ડીગ્રીનો ઘટાડો થયો છે. આણંદ કૃષિ યુનીના હવામાન વિભાગના અહેવાલ અનુસાર શહેરનું મહત્તમ તાપમાન 39ડીગ્રી તથા લઘુત્તમ તાપમાન 22 ડીગ્રી સેલ્સીયસ રહ્યુ હતું. હવામાં ભેજનું પ્રમાણ 70 ટકા તથા પવનની ગતિ પ્રતિકલાક 3.7કી.મી.ની રહી હતી.

જાે કે હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ચરોતરમાં માવઠાની કોઇ શકયતા નથી. વાદળો આવી જતાં આજે આખો દિવસ ગરમીમાં ભારે રાહત રહી હતી. સવારના અરસામાં 11 વાગ્યા સુધી આકાશ થોડું ઘણું ખુલ્યુ હતું. ત્યારબાદ આખુ આકાશ વાદળોથી છવાઇ ગયુ હતું. જેના કારણે બપોર આજે ગરમ લ્હાય બની ન હતી.જો કે ભેજના કારણે ભારે બાફ મારતો હતો.

તમાકુ પકવતા ખેડૂતોમાં ચિંતા
વેસ્ટર્ન ડીસ્ટબર્ન્સને કારણે સોમવાર સવારથી જ ચરોતરના આકાશમાં વાદળો ધસી આવ્યા હતા. જેના કારણે જે ખેડૂતોનો તમાકુનો પાક હજુ કપાયો નથી તેવો ચિંતામાં પડી ગયા હતા. આ ઉપરાંત જેની તમાકુ કપાયેલી છે. અને ખડામાં પડી છે. તેઓ પણ ચિંતામાં છે.આ ઉપરાંત શાકભાજીના પાકને પણ વાદળોને કારણે નુકશાન થવાની ભીંતી વર્તાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...