તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડાલી ગામમાં જમીન ખેડવા અંગે 2ને માર માર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરસદ તાલુકાના ડાલી ગામે ખુમાનપુરા સીમમાં પ્રભાતસિંહ જામસિંહ સોલંકી તથા છત્રસિંહ સામંતસિંહ સોલંકીનો પરિવાર રહે છે. પ્રભાતસિંહની જમીનમાં છત્રસિંહ સોલંકીએ પોતાના નામે વારસાઈ કરાવી હતી. પ્રભાતસિંહ ગુરૂવારે જમીન ખેડવા માટે ગયા હતા. દરમિયાન એ સમયે છત્રસિંહ સોલંકીએ પ્રતાપસિંહને કહ્યું હતું કે, જમીન ખેડવાની નથી તેમ કહી તેમની સાથે ઝઘડો કરી અપશબ્દ બોલી પ્રભાતસિંહને ડાબા હાથ તથા કોણીના ભાગે લાકડીઓ મારી હતી. આ બનાવમાં વચ્ચે છોડાવવા પડેલા કમળાબેનને પણ લાકડીઓ મારી હતી. જેમાં તેમના શરીરના ભાગે ઈજા પહોંચી હતી. વિરસદ પોલીસે છત્રસિંહ સામંતસિંહ સોલંકી અને રણછોડ સોલંકી વિરૂદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...