તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્લોક નં-1માં બે ઉમેદવારોને સરખા મત મળતાં ચિઠ્ઠી ઉછાળવામાં આવી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ તાલુકા સહકારી ખરીદ વેચાણની 3 સંઘ વ્યક્તિગત સભાસદ બેઠકો તથા ખેડૂત વિભાગની 9 બ્લોકની 9 બેઠકો માટે ચૂંટણી જાહેર થઇ હતી. જેમાં વ્યક્તિગત સભાસદમાં 3 સભ્યો બિનહરીફ ચૂંટાયા હતાં. જ્યારે ખેડૂત વિભાગના 4 બ્લોક બિનહરીફ ચૂંટાતા સોમવારે 5 બ્લોકની બેઠક માટેની ચૂંટણી પ્રાંત અધિકારીની ઉપસ્થિતીમાં યોજાઇ હતી. જેમાં 20 મતદારોએ મતદાન કર્યુ હતું. બપોર બાદ જાહેર થયેલા પરિણામમાં બ્લોક નં-1ના બંને ઉમેદવારોને બે-બે મત મળતાં ચિઠ્ઠી ઉછાળી ઉમેદવાર જાહેર કરાયા હતાં.

ખેડૂત વિભાગમાં બ્લોક નં 1માં જયેશ ભાઇ રમેશભાઇ પટેલ, તથા પરેશભાઇ જશભાઇ પટેલને બે-બે મત મળ્યાં હતાં. જેમાં ચીઠ્ઠી ઉછાળી જયેશભાઇ પટેલ બાકરોલ વાળાને વિજેતા જાહેર કરાયા હતાં. બ્લોક નં-3માં અરવિંદભાઇ ચંદુભાઇ પટેલને 1 મત તથા ભરતભાઇ સુરેશભાઇ પટેલને 2 મત મળ્યા હતાં. બ્લોક નં-4માં પીયુષભાઇ જગદ્દીશભાઇ પટેલને 2 મત તથા મનોજભાઇ મગનભાઇ પટેલને 3 મત મળ્યાં હતાં. બ્લોક નં-6માં અનિલભાઇ ભઇલાલભાઇ પટેલને 1 મત અને જીતેન્દ્વસિંહ નટવરસિંહ સોલંકીને 3 મત મળ્યા હતાં. બ્લોક નં-9માં પીયુષભાઇ જીતુભાઇ રાજને 1 મત તથા અરવિંદભાઇ બબુભાઇ સોલંકીને 3 મત મળ્યા હતાં. જ્યારે ખેડૂત વિભાગમાં અગાઉ બ્લોક નં-2માંથી બાલકૃષ્ણ રાવજીભાઇ પટેલ, બ્લોક નં-5માં મનીષભાઇ રાવજીભાઇ પટેલ, બ્લોક નં-7માં વસંતભાઇ અંબાલાલ પટેલ, બ્લોક નં-8માં રોહિત ભાઇ અંબાલાલ પટેલ બિન હરીફ ચૂંટાયા હતાં.જ્યારે વ્યક્તિગત સભાસદમાં રણજીભાઇ કાંતિભાઇ પટેલ, શિરીષભાઇ ગોવિંદભાઇ પટેલ તથા પ્રભુદાસ ભાઇલાલ પટેલ બિનહરીફ ચૂંટાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો