આણંદમાં ચાલો આદર્શ બનીએ સીડીનું વિમોચન

Anand News - in anand let39s be ideal cd release 055627

DivyaBhaskar News Network

Sep 16, 2019, 05:56 AM IST
આણંદ અક્ષરફાર્મની રવિસભા બીએેપીએ સંસ્થા દ્વારા બાળ યુવા સંસ્કાર માટે ચાલતા અવિરત અભિયાનમાં બાળકને આદર્શ બનાવવા માટે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહન્ત સ્વામીમહારાજના આશિર્વાદથી ચાલો આદર્શ બનીએ સીડીનું વિમોચન કરાયું હતું.

આ વિમોચન વિધિના આણંદના ડીડીઓ આશિષકુમાર (IAS,), નગરપાલિકા પ્રમુખ, કાન્તિભાઈ ચાવડા, ખેડા જિલ્લા રૂરલ મામલતદાર વી. ડી. રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડીડીઓથી આશિષ કુમારે બીએપીીએસની બાળ સંસ્કાર-શિક્ષણની પ્રવૃતિને બિરદાવતા જણાવ્યું હતું કે, બાળકોમાં શિક્ષણ સાથે ચારિત્ર્ય ઘડતર થાય, દેશના સારા નાગરિક બને તે માટેનો આ પ્રયાસ ખૂબ જ સરાહનિય છે. દેશની ખૂબ મોટી સેવા છે. આ પ્રસંગે આણંદ શહેર ક્ષેત્રમાં જે જે યુવાનો-વિચારોએ અભ્યાસ, સેવા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપ્યું છે. તેમને પણ બિરદાવીને તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. કોઠારી ભગવદચરણ સ્વામીએ પ્રાસંગિક વકતવ્યમાં 22મી સપ્ટેમ્બરે સાંજે 5 થી 7 દરમ્યાન યોજાનાર ઉત્સવ ત્રિવેણીમાં સૌને હાજર રહેવા જણાવ્યું હતું.

X
Anand News - in anand let39s be ideal cd release 055627

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી