Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદમાં ભાજપ કાઉન્સિલરના પુત્રએે પત્ની પર ત્રાસ ગુજાર્યો
આણંદ શહેરના સલાટીયા રોડ સ્થિત અસીમા પાર્કમાં અફસાનાબેન રહે છે. વર્ષ 2010માં તેમનો પરિચય આણંદ નગર પાલિકાના વોર્ડ નંબર 6ના ભાજપના કાઉન્સિલર અનવર યુસુફ વ્હોરા ઉર્ફે અનવર ચ્હાવાળાના પુત્ર ઈમરાન (રહે. નૂતનનગર સોસાયટી) સાથે થયો હતો. બાદમાં પરિચય પ્રેમમાં પરિણમતાં 14 માર્ચ, 2016ના રોજ તેમણે સમાજના રીતિ-રિવાજો મુજબ લગ્ન કરી લીધા હતા. જોકે, લગ્ન બાદ પરિણીતાને જાણ થઈ હતી કે ઈમરાન પરિણીત છે. તેના લગ્ન રૂબીના નામની યુવતી સાથે થયા હતા. અને તેને સંતાનમાં બે બાળકો પણ છે. લગ્ન બાદથી જ રૂબીના અવાર-નવાર શારીરિક-માનસિક ત્રાસ આપતી હતી. વધુમાં તેના વિરૂદ્ધ ઈમરાનને કાન ભંભેરણી કરતી હતી. જેને પગલે ઈમરાન તેને માર મારતો હતો. પરિણીતાના સસરા અનવર વ્હોરા, સાસુ ઝુબેદાબેન, નણંદ નસીમબેન અને હીનાબેન દ્વારા પણ પરિણીતાના ચારિત્ર્ય પર શંકા કરી તલ્લાક આપી દેવા માટે ચઢમણી કરતા હતા. ઈમરાન પરિણીતાના પિયરમાં જઈને તેને માર મારતો હતો. અવાર-નવાર શારીરિક-માનિસક ત્રાસથી કંટાળેલી અને ઈસમો રાજકીય વગ ધરાવતા હોય તેને જાનથી મારી નાંખે તે હેતુસર પરિણીતાએ આ મામલે પતિ સહિત છ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
રાજકીય વગ ધારક સાસરીયાઓ વિરૂદ્ધ પરિણીતાની ફરિયાદ