આણંદમાં ભાજપ કોંગ્રેસના ડમી સહિત 9 ફોર્મ રદ્દ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ લોકસભાના ફોર્મ ચકાસણીના દિવસે ભાજપ-કોગ્રેસના ડમી ઉમેદવાર સહિત કુલ નવ ફોર્મ રદ્દ કરવામાં આવ્યાં છે. જેમાં ભાજપ-કોગ્રેસના ઉમેદવારના પણ 4 ફોર્મનો સમાવેશ થાય છે.

આણંદ લોકસભાની સામાન્ય ચૂંટણીના ઉમેદવારોના શુક્રવારે ફોર્મ ચકાસણીનો દિવસ હતો. જેમાં ચૂંટણી અધિકારી દિલીપ રાણાએ કુલ મળીને 9 ફોર્મ રદ્દ કર્યા છે. જેમાં ભાજપના ઉમેદવાર મિતેષભાઇના બે ફોર્મમાંથી એક, ભાજપના ડમી ઉમેદવાર ઉપરાંત કોગ્રેસમાંથી ડમી ઉમેદવાર નટવરસિંહ મહિડાના 4 ફોર્મ તથા ભરતસિંહ સોલંકીના 4 પૈકી 3 ફોર્મ રદ્દ થયા છે. જયારે 11 ફોર્મ માન્ય કરવામાં આવ્યાં છે. આ ફોર્મમાં ભાજપ, કોગ્રેસ, બસપા, સહિત રાજકીય પક્ષ સહિત અપક્ષના ફોર્મનો સમાવેશ થાય છે.

આણંદ લોકસભાના જનરલ ઓબ્ઝરવર નિમાયા0000
આણંદ લોકસભા ચૂંટણી આગામી 23મી એપ્રિલે યોજાનાર છે.આ ચુંટણી માટે ભારતીય ચુંટણી પંચ તરફથી જનરલ ઓબ્ઝરવર તરીકે દિપક સિંધલાની નિમણુંક આણંદ ખાતે કરાઈ છે. જનરલ ઓબ્ઝરવર દિપક સિંધલા આ આણંદ લોકસભાની ચૂંટણી નિષ્પક્ષ, પારદર્શિય, મુક્ત, ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે દેખરેખ રાખશે.

અન્ય સમાચારો પણ છે...