દૂધસાગર ડેરી ફેડરેશનમાંથી અલગ થાય તો અમૂલ ડેરીને લોગો ના મળે : રામસિંહ પરમાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાની દૂધ સાગર ડેરી જો GCMMFમાંથી છૂટી પડે તો તેને અમૂલનો લોગો ના મળતાં તેની કોઇપણ પ્રોડક્ટ પર લોગો લગાવી શકાય નહીં અને અમૂલના નામે બજારમાં માલ વેચી શકે નહીં. ભૂતકાળમાં કરાયેલા પ્રયોગોમાં સફળતા મળી ન હતી. ફેડરેશનમાંથી છૂટુ પડનારનો માલ 18 દૂધના સંઘોમાંથી કોઇપણ વેચી શકશે નહીં. એમ અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું હતું. જ્યારે અમૂલ ડેરી દ્વારા પશુદાણમાં પ્રતિ કિલોએ રૂ.1.65 પૈસાનો ભાવ વધારો કરતાં 70 કિલોની થેલીના ભાવમાં રૂ. 115નો ભાવવધારો કરાયો છે.

અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે પત્રકારોને જણાવ્યું કે, અમૂલ પશુદાણમાં વપરાતું રો મટીરીયલ્સ મોંઘુ થયું છે. ગત વર્ષે ઓછો વરસાદ થવાને કારણે પીવાના પાણી સહિત અનેક તકલીફો પશુપાલકો અનુભવી રહ્યાં છે. જ્યારે પશુદાણના રો મટીરીયલ્સમાં મકાઇ, મોલાસીસ, ડીઆરબી, ઘઉં, ખોળ, જુવાર, ગવાર સહિત અનેક ચીજવસ્તુઓનો ઉપયોગ થાય છે. આ બધી વસ્તુઓ મોંઘી થઇ છે. જેના લીધે માસિક રૂ. 4 કરોડનું ભારણ વેઠવું પડે છે. જ્યારે અમૂલ બોર્ડ દ્વારા પશુદાણ નહીં નફો, નહીં નુકસાનના ભાવે અત્યાર સુધી વેચતા હતા. પરંતુ હવે પોસાતું નથી. આથી અમૂલ બોર્ડ દ્વારા અમૂલ પશુદાણમાં ભાવવધારો કરવાનો નિર્ણય લેવાયો છે. જેનો અમલ 11મી મેથી શરૂ થઇ ગયો છે. રૂ. 1117માં વેચાતી અમૂલદાણની બેગનો નવો ભાવ હવે રૂ.1233 થયો છે.

રામસિંહ પરમાર

ગાયના દૂધના ખરીદ ભાવમાં કિલોફેટે 4.5 રૂપિયાનો વધારો
અમૂલ ડેરી દ્વારા 11મીએ ભેંસ બાદ હવે ગાયના દૂધમાં ખરીદ ભાવમાં પ્રતિ કિલોફેટે સાડા ચાર રૂપિયાનો ભાવવધારો કરાયો છે. જૂનો ભાવ યુનિટ કિલોફેટે રૂ.286.40 હતો. જ્યારે નવો ભાવ રૂ.290.90 થયો છે. પશુપાલકોને સાડા ત્રણ ટકાના ફેટેનો દૂધનો જૂનો ભાવ પ્રતિ લિટર રૂ.27.13 હતો. જે રૂ.27.55 થયો છે. આમ લિટરે જોઇએ જોઇએ તો 42 પૈસા ખરીદ ભાવ વધ્યો છે. જ્યારે ચાર ટકાના ફેટનો પ્રતિ લિટરે જૂનો ભાવ રૂ.28.60 હતો. જે હવે રૂ.29.05 થયો છે. આમ પ્રતિ લિટરે 45 પૈસાનો ભાવ વધારો પશુપાલકોને મળશે.આમ પશુપાલકોને ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...