તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોબાઈલ રીચાર્જ કરાવીને આવુ છું .. કહી માતાને પુત્ર ઘરડા ઘર બહાર છોડીને રવાના થઇ ગયો...

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચના કસક સર્કલ સ્થિત ઘરડાઘરમાં 75 વૃદ્ધો નિવાસ કરે છે. દરેક વૃદ્ધની ઘરથી ઘરડાઘર સુધીની કહાણીઓ કંઇક અલગ જ અને સંવેદનશીલ છે. આણંદની કોલેજના સંશોધન કર્તાઓએ તેમના અનુભવોમાં જણાવ્યું કે, એક પુત્ર તેની માતાને મોબાઇલ રીચાર્જ કરાવી આવુ કહીને ઘરડાઘરની બહાર છોડી ગયો અને પાછો ફરીને આવ્યો જ નહી. તેણે પોતાની માતાને ઘરડાઘરની અંદર મુકી જવાની પણ તસ્દી લીધી ન હતી.

ગુજરાતની બિન સરકારી સંસ્થામાં પડતી મુશ્કેલીઓ પર આણંદની પીએમ પટેલ એલએલએમ કોલેજના ક્રિમિનલ વિભાગના બે વિદ્યાર્થીઓએ ભરૂચનાં ઘરડાઘર પર રીસર્ચ કર્યુ્ં હતુ. ભરૂચના ઘરડાઘરના સંચાલક જગદીશ પાટણવાડિયા સાથે વાતચીત કરી અને તેમના અનુભવો જણાવ્યા હતા. ગુજરાતના ઘરડાઘર પૈકીના ભરૂચમાં વસતા વૃદ્ધો સૌથી વધુ સંતુષ્ટ અને ખુશ છે.ગુજરાત સરકારી વૃદ્ધાશ્રમમાં 2009માં 5 હતા વધીને 2020માં 10 છે, જે 45 એનજીઓના સહયોગથી ચાલે છે. ભારતમાં સૌથી વધુ ઘરડાઘર ધરાવતું રાજ્ય કેરલ છે જ્યા 124 વૃદ્ધાશ્રમ છે. એક સંશોધક બિનલ જાનીએ જણાવ્યું હતુ કે, ભરૂચના ઘરડાઘરમાં રહેતા વૃદ્ધો સાથે વાતચીતમાં કહ્યુ કે, ખાવા-પીવાની અને દવાઓની સુવિધા મળી રહે છે. ઉપરાંત એન્જોયમેન્ટ માટે ટીવી પણ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો