તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાહિત્ય પરિષદ તરફથી ડો.અનુ મહેતાને નારીગૌરવનું સન્માન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

હિમાક્ષરા રાષ્ટ્રીય સાહિત્ય પરિષદ, વર્ધા (મહારાષ્ટ્ર) પ્રેરિત અને મહારાજા સયાજીરાવ વિશ્વ વિદ્યાલય, વડોદરા (ગુજરાત) આયોજિત રાષ્ટ્રીય અધિવેશન પ્રસંગે ઇન્ટરનેશનલ વીમેન્સ ડે અંતર્ગત વિવિધ ક્ષેત્રે સેવાપ્રદાન કરેલ મહિલાઓનું સન્માન કરાયું હતું.

આણંદ ઇન્સ્ટીટ્યૂટ ઓફ પી. જી. સ્ટડીઝ ઇન આર્ટસના ઇન્ચાર્જ આચાર્યા, હિન્દી વિભાગાધ્યક્ષ ડો. અનુબેન મહેતાનું, તેમણે હિન્દી સાહિત્યમાં કવિતાક્ષેત્રે અર્પેલ સર્જપ્રદાનના ઉપલક્ષ્યમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી સાવિત્રીબાઇ કુલે નારી ગૌરવ સન્માન(2020) એવોર્ડ અર્પણ કરવામાં આવ્યું હતું. એમ.એસ. યુનિ.ના કુલાધીપતિ રાજમાતા શુંભાગી દેવી ગાયકવાડ ડો. ગુનેશ, ડો. વર્ષા, ડો. કલ્પના ગવલી વગેરે 2020નું નારી સન્માન મેળવનાર ડો.અનુમહેતાને શુભેચ્છા પાઠવી હતી. હિન્દી કવિતા ક્ષેત્રે ચાર કાવ્ય સંગ્રહો તથા અનેક સમીક્ષાત્મક લેખો આપનાર ડો. અનુબેને આ અગાઉ બાબાસાહેબ આંબેડકર ,લાયન્સ ક્લબ જેવી સંસ્થાઆે તરફથી વિશિષ્ટ પ્રતિભા સનમાન પ્રાપ્ત કરેલું છે. ડો. અનુ મહેતાને રામકૃષ્ણ સેવા મંડળ પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો