તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિન્દુઓએ મુસ્લિમોનો આર્થિક બહિષ્કાર કરવાના શપથ લીધા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાત તાલુકાના ઉંદેલ ગામે લવજેહાદ પ્રકરણમાં પોલીસની વિવાદાસ્પદ ભૂમિકા સામે સમગ્ર હિન્દુ સમાજે રોષ વ્યકત કર્યો છે.ઉંદેલ ગામે હિન્દુ જાગરણ મંચ દ્વારા હિન્દુ સમાજની એક બેઠક બોલાવી હતી. જેમાં અખંડ રામધૂન કરવામાં આવી હતી.હિન્દુ સમાજે એક થઇને તમામ મુસ્લિમોનો સંપૂર્ણ આર્થિક બહિષ્કાર કરવાના શપથ લીધા હતા. આ કાર્યક્રમ માં હિન્દુ જાગરણ મંચ, વિશ્વ હિન્દુ પરીષદ, બજરંગ દળ સહિત હિન્દુ સંગઠનોના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

આ બેઠકમાં ગામના તમામ કોમના હિન્દુ ભેગા મળ્યા હતા.આગેવાનો સાથે ચર્ચાવિચારણા કરી હતી. લવજેહાદ પ્રકરણમાં દરવખતે કેટલાંક તત્વો વરવી ભૂમિકા જોવા મળે છે.તેવા તત્વોને પાઠ ભણાવાનો નિર્ણય લેવાય હતો.તેમજ મુસ્લિમો સાથે કોઇપણ જાતોનો આર્થિક વ્યવહાર નહીં કરવાના ગ્રામજનોએ સંપથ લીધા હતા.તેમજ હિન્દુસમાજના હોવા છતાં ચંદ નાંણા માટે પેટલાદના એક બ્રાહ્મણનું નામ ખુલ્યું છે.તેની સામે પણ લોકોએ રોષ વ્યકત કર્યો હતો.તેમજ પોલીસ શંકાસ્પદ કામગીરી સામે રોષ વ્યકત કરીને આગામી દિવસોમાં આ બાબતે ચર્ચા કરીને નવા કાર્યક્રમો અપાશે.

અન્ય સમાચારો પણ છે...