તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

NRI માટે એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર હેલ્પ ડેસ્કનો પ્રારંભ કરાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાત બહાર ભારતના અન્ય રાજ્યમાં કે વિદેશમાં વસતાં એનઆરજી-એનઆરઆઇ ઘેરબેઠાં પણ ગુજરાત કાર્ડ મેળવી શકે છે. ગુજરાત કાર્ડ એ એનઆરજી-એનઆરઆઇ માટે ગુજરાતી તરીકેની ઓળખ છે. એરપોર્ટ કે માર્ગ પર કોઇ પ્રશ્ન ઉભો થાય કે મુશકેલી પડે ત્યારે ગુજરાત કાર્ડ હોય તો ઝડપથી અને સરળતાથી મદદ મેળવી શકાય છે. હવે તો એનઆરઆઇ અને એનઆરજી માટે હેલ્પલાઇન ચાલુ કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ એરપોર્ટ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન જેવા સ્થળોએ હેલ્પ ડેસ્ક શરૂ કરવાનું પણ આયોજન હોવાનું આણંદ સ્થિત એનઆરજી સેન્ટરના પ્રેસિડેન્ટ અને સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ભીખુભાઇ પટેલે એનઆરઆઇ-એનઆરજી મીટમાં જણાવ્યું હતું.

ગુજરાત સ્ટેટ નોન રેસિડેન્ટ ગુજરાતી ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત અને આણંદ સ્થિત સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એનઆરજી સેન્ટરમાં એનઆરઆઇ-એનઆરજી મીટ યોજવામાં આવી હતી. આ પ્રસંગે આણંદ એનઆરજી સેન્ટરના પ્રમુખ ભીખુભાઇ પટેલે જણાવ્યું કે, એનઆરઆઇ-એનઆરજીના કોઇપણ પ્રશ્ન હોય તો એનઆરજી સેન્ટર દ્વારા ફાઉન્ડેશનના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવામાં આવે છે. સરકાર દ્વારા પ્રાથમિકતાના ધોરણે એનઆરઆઇ-એનઆરજીના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે છે.ગુજરાત કાર્ડ બિનનિવાસી ગુજરાતીઓ માટેની સંપૂર્ણ ઓળખ છે, જેના થકી મુશકેલીના સમયે મદદ મેળવી શકાય છે.સરકાર દ્વારા એનઆરઆઇ-એનઆરજીના ઉદ્દભવી રહેલા પ્રશ્નોના નિરાકરણ માટે હેલ્પલાઇન કાર્યરત કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રસંગે એનઆરજી ફાઉન્ડેશન ગુજરાત સરકારના અધિક સચિવ એન.પી.લવિંગિયાએ ફાઉન્ડેશનનીની માહિતી આપતાં ગુજરાત કાર્ડ, ગુજરાતી સમાજ, નાણાંકીય સહાય, સદાકાળ ગુજરાત તથા અન્ય રાજયોના ગુજરાતી પ્રતિનિધિ મંડળોની ગુજરાતની મુલાકાત, સિનિયર સિટીઝન્સ માટે ગુજરાત દર્શન જેવી પ્રવૃતિઓ વિશે જાણકારી આપી હતી. મુખ્ય વકતા તરીકે મુક્તિ પટેલે ગુજરાતી ડાયસ્પોરાને ધ્યાનમાં રાખીને પ્રેઝન્ટેશન સાથે જાણકારી આપી હતી. એનઆરજી ફાઉન્ડેશન ગાંધીનગરના મામલતદાર ઉત્કર્ષ ભટ્ટે ફાઉન્ડેશનની પ્રવૃતિઓ વિશે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો